<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

અનુસૂચિત જાતિ હસ્‍તકની સરકારી આદર્શ નિવાસી શાળાઓનું ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ ૧૦૦ ટકા

જયારે વિકસતી જાતિ કલ્‍યાણ હસ્‍તકની આદર્શ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ સિધ્‍ધિ બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યાં

રાજકોટ, તા. ૬: ધોરણ-૧૨ બોર્ડ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ હેઠળના અનુસૂચિત જાતિ કલ્‍યાણ પ્રભાગ હસ્‍તકની આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૧૨ના સામાન્‍ય પ્રવાહના વિદ્યાર્થિઓએ ૧૦૦ ટકા પરિણામ હાંસલ કર્યુ છે. આ ઉપરાંત વિકસતી જાતિ કલ્‍યાણ પ્રભાગ હસ્‍તકની આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૧૨ના સામાન્‍ય પ્રવાહના વિદ્યાર્થીઓએ ૯૯.૮૨ ટકા પરિણામ હાંસલ કર્યું છે.

ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવનાર તમામ આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ અભિનંદન પાઠવ્‍યાં છે. રાજ્‍યમાં અનુસુચિત જાતિ અને વિકસતી જાતિ હસ્‍તકની સામાન્‍ય પ્રવાહની કુલ ૩૬ શાળાઓ કાર્યરત છે, જેમાં ૭૨૯ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા આપી હતી. આ તમામ વિદ્યાર્થીઓમાંથી ૭૨૮ વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી ૯૯.૮૨ ટકા પરિણામ મેળવ્‍યું છે.

અનુસૂચિત જાતિ કલ્‍યાણ હસ્‍તકની કુલ ૦૮ આદર્શ નિવાસી શાળાઓમાં અભ્‍યાસ કરતાં તમામ ૧૭૯ વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી ૧૦૦ ટકા પરિણામ મેળવ્‍યું છે. જેમાં ડીસ્‍ટીંકશન સાથે ૧૩૩ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. ફર્સ્‍ટ કલાસ સાથે ૪૦ વિદ્યાર્થીઓ તેમજ સેકન્‍ડ ક્‍લાસ સાથે ૦૬ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

તેવી જ રીતે વિકસતી જાતિ કલ્‍યાણ હસ્‍તકની કુલ ૨૮ આદર્શ નિવાસી શાળાઓમાં અભ્‍યાસ કરતા ૫૫૦ વિદ્યાર્થીઓમાંથી ૫૪૯ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ ૯૯.૮૨ ટકા પરિણામ મેળવ્‍યું છે. જેમાં ડીસ્‍ટીંક્‍શન સાથે ૪૨૩ વિદ્યાર્થીઓ સફળતા મેળવી છે. ફર્સ્‍ટ કલાસ સાથે ૧૦૮ વિદ્યાર્થીઓ તેમજ સેકન્‍ડ ક્‍લાસ સાથે ૧૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે

(3:01 PM IST)