News of Tuesday, 6th May 2025
ગુજરાતમાં નવમી સુધી એલર્ટની સ્થિતિ
હવામાન વિભાગ દ્વારા ગઇ કાલે આઠમી તારીખ સુધીજ એલર્ટ દર્શાવાયેલ જયારે આજે વધુ એક દિવસ લંબાવાયુ છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. 6: ભારતીય હવામાન વિભાગ આઇએમડી આગામી સપ્તાહની ફોરકાસ્ટ (વરસાદી વર્તારો) માં ગઇ કાલે આઠમી તારીખ સુધી જ ઓરેન્જ એલર્ટની સ્થિતી દર્શાવાઇ હતી. અને નવમી તારીખ માટે ગુજરાતના મેપમાં કોઇ એલર્ટ દર્શાવાયેલ નહોતું. ગઇ કાલના અહેવાલમાં આઇએમડી દ્વારા વધુ એક-બે દિવસ ગુજરાત માટે એલર્ટ દર્શાવાય તેવી સંભાવના વ્યકત કરાઇ હતી. એ મુજબ આજે આઇએમડી દ્વારા ગુજરાત માટે વધુ એક દિવસ એલર્ટ લંબાવાયું છે. જે મુજબ આજથી આઠમી મે સુધી ઓરેન્જ એલર્ટ અને નવમી તારીખ માટે યેલો એલર્ટ જોવા મળે છે.
સ્કાયમેટના વીપી મહેશ પલાવતના કહેવાનુંસાર આ એલર્ટના દિવસો દરમ્યાન દક્ષિણ સૌરાષ્ટ્રના જુનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદી શકયતા ઓછી જયારે અમદાવાદ રાજકોટ સહિત કચ્છમાં વરસાદી જમાવટ જોવા મળી શકે છે.
વિતેલા વર્ષોનો મોન્સૂન-પ્રીમોન્સૂનનો ગુજરાતનો ભૂતકાળ જોઇએ તો અહીં પ્રીમોન્સૂન અર્થાત ચોમાસા પૂર્વેના કમોસમી માવઠાઓનું પ્રમાણ જયારે પણ વધુ જોવા મળ્યુ છે ત્યારે ચોમાસાનો પ્રારંભ નબળો અને વરસાદ-ખેંચાવાની સ્થિતી જોવા મળી છે.
હાલ નવમી તારીખ માટે આઇએમડી દ્વારા લંબાવાયેલ એલર્ટ ‘યલો એલર્ટ' છે જો કે તે યલો માંથી ઓરેન્જ અલર્ટમાં તબદીલ થઇ શકવાની સંભાવના રહે છે
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
