News of Tuesday, 6th May 2025
ચંડોળા ડિમોલિશન બાદ સ્થાનિકોના પુર્નઃવસન માટે હાઇકોર્ટમાં અરજી
કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચૂકાદો અનામત રાખ્યોઃહવે ફરીવાર ચંડોળા ડિમોલિશન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે વોટર બોડી પર ગેરકાયદે બાંધકામ હતુંઃ કોર્ટ

અમદાવાદ : અમદાવાદના ચંડોળામાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરીમાં ગેરકાયદે ઉભા કરાયેલા કાચા અને પાકા ઝૂંપડા તેમજ મકાનો તોડી પાડવામાં આવ્યા હતાં. જ્યારે આ કામગીરી શરૃ કરાઈ ત્યારે ૧૮ અરજદારો દ્વારા તેના પર સ્ટે માટે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. પરંતુ હાઈકોર્ટે અરજી ફગાવી દેતા ડિમોલિશનની કામગીરી યથાવત રહી હતી. હવે ફરીવાર ચંડોળા ડિમોલિશન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. વોટર બોડી પર ગેરકાયદે બાંધકામ હતુંઃ કોર્ટ
અરજદારો દ્વારા ચંડોળામાં સ્થાનિકોના પુર્નઃવસન માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી સંદર્ભે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. અરજદારોએ કોર્ટમાં કહ્યું હતું કે, ડિમોલિશન થશે તો પુર્નઃવસન માટે કોઈ સાબિતી બચશે નહીં. આ કામગીરીમાં કેટલાક ભારતીય નાગરિકો પણ ઘરવિહોણા થયાં છે. હાઈકોર્ટે કહ્યું હતુ કે, ચંડોળામાં બાંધકામ ગેરકાયદેસર હતું તે ધ્યાને આવ્યું છે. વોટર બોડી પર ગેરકાયદે બાંધકામ હતું. બંને પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે ચૂકાદો અનામત રાખ્યો હતો.
અગાઉ જ્યારે આ ડિમોલિશનની કામગીરી શરૃ કરવામાં આવી ત્યારે ૧૮ અરજદારો દ્વારા ડિમોલિશનની કામગીરી પર સ્ટે માટે અપીલ કરાઈ હતી. જેની અર્જન્ટ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી. હવે અરજદારે ભારતીય નાગરિકોના મકાનો તૂટી જતાં તેઓ ઘર વિહોણા બન્યા છે અને તેમના પુર્નઃવસન અંગે કોર્ટમાં દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચૂકાદો અનામત રાખ્યો હતો.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
