<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ SEOC ખાતેથી સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું નિદર્શન કર્યું

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મોકડ્રિલની સમીક્ષા કરી

ગાંધીનગર: ગુજરાતભરમાં આજે યોજાઈ રહેલી સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું નિદર્શન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતેથી કર્યું હતું. તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેસીને રાજ્યભરમાં ચાલી રહેલી મોકડ્રિલની વર્ચ્યુઅલ સમીક્ષા કરી હતી.
આ દરમિયાન, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, સિવિલ ડિફેન્સના ડિરેક્ટર જનરલ મનોજ અગ્રવાલ, વાહન વ્યવહાર કમિશનર અનુપમ આનંદ અને રાહત કમિશનર આલોકકુમાર પાંડે સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ગૃહ રાજ્ય મંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.

 

(8:06 PM IST)