તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Wednesday, 7th May 2025
સાગબારા પોલીસે ડીટેઇન કરેલા વાહન માલિકો ને ત્રણ ત્રણ નોટીસ બાદ પણ છોડવી નહી જતા કાર્યવાહી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા પોલીસ કેટલાક ગુનાઓ માં વાહન ડિટેઇન કરતી હોય છે પરંતુ તે પૈકી કેટલાક વાહનો વાહન માલિકો છોડવી નહી જતા હોય પોલીસ સ્ટેશનમાં જગ્યાના અભાવ સહિતની સમસ્યા હોવાથી સાગબારા પોલીસે આવા વાહનો માટે કાર્યવાહી કરવા પગલા લીધા છે
જાણવા મળ્યા મુજબ સાગબારા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાઓમાં કબજે કરવામાં આવેલ વાહનો પૈકી BNNS-૧૦૬ (સી.આર.પી.સી ૧૦૨) તેમજ એમ.વી.એક્ટ કલમ ૨૦૭ મુજબ ડીટેઇન કરવામાં આવેલ વાહનો પૈકી હાલ પો.સ્ટે.માં પેન્ડીંગ રહેલ વાહનોના માલીકોને ત્રણ-ત્રણ વાર નોટીશો ઇશ્યુ કરવામાં આવી હોવા છતાં વાહનોના માલીકો આ વાહનો છોડાવી જતા નથી જેથી વાહનો સાચવી રાખવાની તકલીફ પડતી હોય તેમજ જગ્યાનો પણ અભાવ હોવાથી અને વાહનો લાબા સમય સુધી પડી રહેવાથી ખરાબ થઇ જતા હોવાથી નીચે આ બાબતે યોગ્ય કાર્યવાહી થવા બાબત ઉપરી કક્ષા એ રજૂઆત કરવામાં આવી છે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
