News of Wednesday, 7th May 2025
નર્મદા જિલ્લામાં ત્રણ અલગ અલગ અકસ્માતમાં ત્રણના મોત, ત્રણ ને ઇજા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામા ત્રણ અલગ અલગ જગ્યાએ અકસ્માત થતા ત્રણના મોત થયા છે જ્યારે ત્રણને ઇજાઓ થતા પોલીસે ગુના દાખલ કર્યા છે
મળતી વિગતો અનુસાર નાંદોદ તાલુકાના બીડ (રસેલા) ગામ પાસે થયેલા અકસ્માત માં પ્રથમભાઇ ઉર્ફે કાલીદાસ ભુલીયાભાઇ વસાવા (રહે.ગામડી (પોઇચા) ટાંકી વાળી ફળીયુ તા.નાંદોદ) નાઓ લીલાબેન અશોકભાઇ વસાવા (ઉં.વ-૪૫) રહે.ગામડી તા.નાંદોદ જી.નર્મદા નાઓ TVS મોપેટ નંબર GJ-22-D-4525 લઇને રાજપીપલા પોતાના ઘરે જતા હતા તે વખતે બીડ (રસેલા) ગામ પાસે પાછળથી એક કન્ટેનર ગાડી જેનો રજી.નંબર TS-08-UJ-8967 ના ચાલકે પોતાના કબ્જાનુ વાહન પુરઝડપે હંકારી લાવી મોપેટ મો.સા.ને પાછળ થી ટક્કર મારી રોડ ઉપર પાડી દઇ પ્રથમભાઈ ને જમણા હાથે કોણીના ભાગે સાધારણ ઇજા પહોંચાડી તથા લીલાબેન અશોકભાઇ વસાવા ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી સ્થળ ઉપર મોત નીપજાવી પોતાનુ વાહન લઇ સ્થળ ઉપરથી નાસી જઈ ગુનો કર્યો હતો.
જ્યારે બીજો અકસ્માત માં મંગાભાઈ શીવાભાઈ વસાવા( રહે.જીતગઢ નિશાળ ફળીયું તા.નાંદોદ જી.નર્મદા )નાઓ પોતાના કબ્જાની હીરો કંપનીની સ્પેલેન્ડર મો.સા. નંબર GJ-22-Q-7977 લઈને નાનાહેડવા ગામેથી જીતગઢ પોતાના ઘરે આવતા હતા તે વખતે રામગઢ ગામના ફાટકથી નાના રાયપુરા બસ સ્ટેશન વચ્ચે ઢાળમાં આવેલ નાળા પાસે કોઈ અજાણયા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે લઈ આવી મંગાભાઈ વસાવા ની મો.સા.ને સામેથી ટક્કર મારી ગંભીર ઇજા પહોંચાડી એક્સીડન્ટ કરનાર વાહન ચાલક ત્યાંથી નાસી ગયેલ ત્યારબાદ ઇજાગ્રસ્ત ને રાજપીપલા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે એસ.એસ. જી.હોસ્પિટલ વડોદરા ખાતે રીફર કરતા રસ્તામાં ડભોઇ નજીક પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.
ત્રીજો અકસ્માત વાગડીયા,ગોરા બ્રીજ ના છેડે થયો જેમાં મો.સા રજી.નં. GJ-22-L-2333 ના ચાલકે પોતાના કબ્જાની મો.સા. પુરઝડપે રોન્ગ સાઇડે હંકારી લાવી સામેથી આવતા શૈલેષભાઇ મંગાભાઇ વસાવા (ઉ.વ.આ.૧૮ )( રહે.ધીરખાડી, સરપંચ ફળિયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદા) ના કબ્જાની મો.સા. નં.GJ.22.N.1134 ને સામેથી એક્સિડન્ટ કરી આ કામના શૈલેષભાઇ વસાવા ઇજાઓ પહોંચાડી તેમજ પાછળ બેસેલ તેમના પિતા મંગાભાઇ સાજીયાભાઇ વસાવાનાઓને માથાના ગંભીર ઇજાઓ પહોંચાડી સારવાર મળે તે પહેલા મોત નિપજાવી મો.સા રજી.નં. GJ-22-1-2333 ચાલકે પોતાને પણ શરીરે ઇજાઓ પહોંચાડી ગુનો કરતા ઉપરોક્ત ત્રણેય અકસ્માતમાં રાજપીપળા અને એકતા નગર પોલીસે ગુના દાખલ કર્યા છે
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
