News of Wednesday, 7th May 2025
એક બાદ એક સાગબારા પોલીસની લાલ આંખ... મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર પકડ્યું...
ધનસેરા ચેકપોસ્ટ પરથી ફોર વ્હીલ માં લવાતા રૂ.૫ લાખથી વધુના દારૂના મુદામાલ સાથે એક ઝડપાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં.મહારાષ્ટ્ર માંથી અંગ્રેજી દારૂ ઘુસાડવાનું ષડયંત્ર પોલીસ ઘણીવાર પકડે છે છતાં આદત સે મજબૂર ની માફક કેટલાક તત્વો દારૂની હેરફેરી બંધ કરતાં નથી અને સાગબારા પોલીસે હાલ માં એક શખ્સ ને અંગ્રેજી દારૂ ના મુદામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસે બાતમી ના આધારે ધનસેરા ચેકપોસ્ટ પર નાકાબંધી કરતા બાતમીવાળી ફોર વ્હીલ ગાડી માં રાજેશભાઇ હર્ષદભાઇ પટેલ (રહે.એમ.વી.રોડ, હરસિધ્ધીનગર રાજપીપલા, તા.નાંદોદ, જી.નર્મદા ) નાઓએ પોતાના કબ્જામાંની મારૂતી કંપનીની સીયાઝ ગાડી મા વચ્ચેની શીટ ઉપર પ્લા.ની થેલીમા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૬ કિં.રૂ. ૧૩, ૩૫૦ તથા બીયર ટીન નંગ ૨૪ કિ.રૂ. ૩, ૦૦૦ કુલ મળી કુલ દારૂની કિ.રૂ. ૧૬, ૩૫૦ નો પ્રોહી. મુદામાલ રાખી તથા મોબાઇલ ફોન નંગ ૧ કિ.રૂ.૫૦૦૦ તથા મારૂતી કંપનીની સીયાઝ ગાડી નંગ ૧ કિ.રૂ.૫૦૦૦૦૦ મળી કુલ કિ.રૂ. ૫,૨૧૩૫૦ ના મુદ્દામાલ સાથે હેરફેર કરતા ઘનશેરા ચેક પોસ્ટ ખાતે પોલીસ ચેકીંગ દરમ્યાન પકડાઈ જઈ ગુનો કરતા પોલીસે મુદામાલ સાથે રાજેશ પટેલ ને પકડી ગુનો દાખલ કર્યો છે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
