News of Wednesday, 7th May 2025
નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રો બન્યા ચિંતાતુર: કેળા, કેરી સહિતના પાકોને નુકશાન
ગરુડેશ્વર તાલુકાના કેટલાક ગામોમાં કાચા મકાનોના છાપરા ઉડ્યા

( ભરત શાહ દ્વારા : નર્મદા : નર્મદા જિલ્લામાં સોમવારે સાંજે અચાનક વાતાવરણ માં પલટો આવતા જોરદાર વાવાઝોડું ફૂંકાયું હતું જેમાં લોકોના મકાનો ને નુકશાન થયું છે અને ખાસ કરીને ઊભા પાક ને નુકશાન થવા પામ્યું છે
પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 05/05/2025 ના રોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો મારતા ભારે પવન સાથે કમોસમી વરસાદથી નાંદોદ તાલુકાના ધાનપોર , ધમણાચા સહિત ના ગામોમાં કેળ, કેરી દિવેલા સહિતના અન્ય ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. કેળા ની ઊભી લુમો ભારે પવન ના કારણે જમીન પર સૂઈ ગયેલી જોવા મળી હતી જેમાં ખેડૂતો ને મોટું નુકશાન થયા ની વાત જાણવા મળી છે
ત્યારે બીજી બાજુ આ જોરદાર વાવાઝોડા માં ગરુડેશ્વર તાલુકાના ધીરખાડી, ઝરવાણી સહિતના ગામોના 15 જેવા કાચા મકાનો ના છાપરા ઉડવાની ઘટના પણ બની હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડું ચાલુ થતા જ રાજપીપળા શહેર માં વીજ પૂરવઠો બંધ થઈ ગયા બાદ લાંબા સમય સુધી વીજળી ની આવન જાવન ચાલુ રહી હતી. વીજ કંપની ની ટીમો સતત કામે લાગી હતી ત્યારબાદ વીજ પૂરવઠો ચાલુ થયો પરંતુ મોડી રાત્રે એકાદ વાગે ફરી વરસાદ પડતા વીજ પૂરવઠો પુનઃ ચાલ્યો ગયો હતો. આમ વાવાઝોડા સાથે વરસાદ અને વીજળી ની આવન જાવન વચ્ચે નર્મદા જિલ્લામાં લોકો એ સોમવાર ની રાત વિતાવી હતી.જોકે આ સમગ્ર ઘટના માં ઘણી જાગ્યો પર ઝાડ પડવાની કે પોલ નમી પડવાની ઘટના બની હતી પરંતુ કોઈ જાનહાનિ થવા પામી નથી.
જિલ્લામાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ વરસતા ખેતી ની એગ્રીકલ્ચર લાઈનો માં મોટું નુકશાન થયું છે અને આ લાઇન ના ઘણા પોલ પણ પડી જતા લાઈનો બંધ થઈ છે, બીજી તરફ રાજપીપળા સહિત જિલ્લાના ગામોમાં પણ વાયરો તૂટી પડવાની ઘટના બની હતી માટે સોમવારે રાત્રે વીજ કંપની ના લગભગ ૧૫ કર્મચારીઓ કામે લાગ્યા હતા.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
