<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

તિલકવાડામાં આવેલા ઓવારાની મરામત નહી થતા ભક્તોની લાગણી દુભાઈ : તંત્રને કોઈ રસ નથી

ઘણા વર્ષોથી ઓવરો જર્જરિત હોય સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી: ગંગા દશેરાના પર્વમાં નર્મદાની પૂજા કરવા આ જગ્યા પર આવતા ભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે માત્ર એક ઓવારો બચ્યો છે, જિલ્લામાં અનેક વિકાસના કાર્યો થતા હોય અને આ ઘાટનું કંઈક પણ ન થાય તો અનેક સવાલ ઉઠ્યા છે, જ્યાં લોકોની ઉપયોગીતા છે લોકો માગણી કરે છે ત્યાં સરકાર પૈસા કેમ વાપરવા માંગતી નથી..? સ્થાનિકોની કેટલા વખતથી માગણી હોવા છતાં આ જગ્યાએ નથી સફાઈ થતી કે ત્યાં પગથિયા તૂટી ગયા હોય તેને રીપેરીંગ પણ કરવામાં આવતું નથી માટે ગંગા દશેરાના પાવન પર્વમાં નર્મદાની પૂજા કરવા આવતા ભક્તોમાં આ બાબતે દુઃખની લાગણી જોવા મળી છે ભક્તોની લાગણી દુભાય નહીં અને ધર્મ અને સંસ્કૃતિની રક્ષા થાય એ માટે સ્થાનિક તંત્ર અને સરકારે આ ઓવારાનું રીપેરીંગ વહેલી તકે કરવું જોઈએ વારંવાર રજૂઆત કરતા ગલ્લા તલ્લા કરતા અધિકારીઓ ને જુના રિપેરિંગ ના કામો માં જાણે કે જ પડી નથી પણ જો હમણાં કરોડો ના ખર્ચે કોઈ નવી કામગીરી ફાળવવા આવે તો અધિકારીઓ તાબડતોબ આ કામગીરીમાં લાગી જાય કેમ કે નવા કામો મા મલાઇ મળતી હશે. સત્વરે આ ઓવારાનું યોગ્ય કામ થાય તેવી લોકલાગણી છે.

(10:42 PM IST)