<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

પત્નીના આડા સંબંધનો વ્હેમ રાખી હોકીથી માર મારી ધમકી આપતા ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જેતપુર ગામમાં પત્નીના આડા સંબંધ હોવાનો વ્હેમ રાખી અન્ય વ્યક્તિની પિટાઈ કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે

મળતી માહિતી અનુસાર દિનેશભાઈ નટુભાઈ તડવી રહે. જેતપુર તા તિલકવાડા જી નર્મદા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ (૧)લાલજીભાઇ હિમ્મતભાઇ તડવી નાએ પોતાની પત્ની સાથે દિનેશભાઈના આડા સંબંધો હોવાનો શક વહેમ રાખીને હોકી જેવા ડંડાથી પીઠના ભાગે અને સાથળના ભાગે માર મારી પોતાની પત્નીને શોધી નહિ લાવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી તથા જયેશભાઇ લાલજીભાઇ તડવી નાએ ઢીકાપાટુનો માર મારી એકબીજાની મદદગારી કરતા તિલકવાડા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:43 PM IST)