News of Thursday, 8th May 2025
છ સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનો જન્મદિન

રાજકોટઃ પૂર્વ શિક્ષણ કાયદા અને સંસદીય બાબતો ના કેબિનેટ પ્રધાન શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો જન્મતા. ૮-૫-૧૯૫૦ ના દિવસે થયેલ આજે ૭૫ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ અને ભારતીય જનસંઘ દ્વારા જાહેર જીવનમાં એક કાર્યકર તરીકે ૧૯૬૭ માં પ્રવેશ કર્યા બાદ સતત સક્રિય રીતે મોખરે રહી જનસંઘ- -ભાજપ માં સંગઠન માં વિવિધ સ્થાન ઉપર જવાબદારી ઓ નિભાવી ભાજપ ના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ભાજપના પ્રદેશ મંત્રી અમદાવાદઃ જીલ્લા ભાજપના પ્રમુખ(૧૯૮૮-૯૦) ભાજપ ના પ્રદેશ મહામંત્રી(૨૦૦૧-૨૦૦૩) ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે તેમજ રાષ્ટ્રીય કારોબારી માં સદસ્ય તરીકે સ્થાન ઉપર જવાબદારીઓ નિભાવી ચુકયા છે.
ભાજપની તમામ સરકાર માં શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવેલ છે તેમણે ૬ મુખ્યમંત્રીઓની સાથે મંત્રી તરીકે કામ કર્યુ છે.
૧૯૯૮ થી ૨૦૦૨ માં ગુજરાત સરકારના સરદાર સરોવર (નર્મદા ) નિગમ ના ચેરમેન તરીકે તેમજ ૨૦૧૧ થી ૨૦૧૨ માં ગુજરાત સરકારના આયોજન પંચ માં વાઈસ ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. પંચ માં મુખ્યમંત્રી હોદ્દાની રૂએ ચેરમેન હોય છે વિધાનસભામાં ધોળકા મતવિસ્તારમાં થી પાંચ વાર પ્રતિનિધિત્વ કરી ચૂકેલા છે. આજે તેમના પર જન્મદિનની શુભેચ્છા વર્ષા થઇ રહી છે. મો. ૯૯૦૯૦ ૧૮૩૦૩ ગાંધીનગર
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
