<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

શિક્ષણમાં દિકરીઓ મોખરે : ધો.૧૦ માં વિદ્યાર્થીઓનું ૭૯.પ૬ % અને વિદ્યાર્થીનીઓનું ૮૭.ર૪ % પરીણામ

અંગ્રેજી માધ્‍યમ ૯ર.પ૮ % તો ગુજરાતી માધ્‍યમનું ૮૧.૭૯ % પરીણામ

રાજકોટ, તા., ૮: દિકરીઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. તેમાંય શિક્ષણ ક્ષેત્રે દિકરીઓ દિકરાઓ કરતા શ્રેષ્‍ઠ પરીણામ હાંસલ કરે છે.

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલ ધો.૧૦ના પરીણામમાં પણ દિકરાઓ કરતા દીકરીઓનું પરીણામ ઉંચુ આવ્‍યું છે.

ધો.૧૦ માં નિયમીત વિદ્યાર્થીઓનું પરીણામ ૭૯.પ૬ % આવ્‍યું છે. જયારે વિદ્યાર્થીનીઓનું ૮૭.ર૪% પરીણામ આવ્‍યું છે. વિદ્યાર્થીઓ કરતા ૦૭ ટકા વધુ પરીણામ મેળવ્‍યું છે.અંગ્રેજી માધ્‍યમ નિયમીત પરીક્ષાઓનું પરીણામ ૮ર.પ૮ % છે. તો ગુજરાતી માધ્‍યમના નિયમીત વિદ્યાર્થીઓનું પરીણામ ૮૧.૭૯ % આવ્‍યું છે.

(12:17 PM IST)