News of Thursday, 8th May 2025
ઇન્દીરા ગાંધીએ પાકિસ્તાનના ર ટુકડા કર્યા'તાઃ નરેન્દ્રભાઇ ૪ ટુકડા કરેઃ પરેશ ધાનાણી
દેશના દુશ્મનો સામેની લડાઇમાં કોંગ્રેસ સહિત દેશ ભારત સરકાર સાથે

રાજકોટ, તા., ૮: ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના પુર્વ નેતા પરેશભાઇ ધાનાણીએ પાકિસ્તાન ઉપર ભારતના વિર જવાનોએ ભારત સરકારના નેતૃત્વમાં કરેલ એર સ્ટ્રાઇકને બિરદાવી છે.
પરેશભાઇ ધાનાણીએ ‘અકિલા' ને જણાવ્યું હતું કે દેશના દુશ્મનોને કયારેય માફ ન કરવા જોઇએ. અને આતંકવાદનો ખાત્મો બોલાવી દેવો જોઇએ. પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે ઇન્દીરા ગાંધીએ એક ઘા ને પાકિસ્તાનના ર ટુકડા કર્યા હતા. ત્યારે હવે નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારે પાકિસ્તાનના ૪ ટુકડા કરી દઇને આતંકવાદનું નામોનિશાન મિટાવી દેવું જોઇએ.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
