તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
સૌરાષ્ટ્રનું ગૌરવ વધારનાર dysp બ્રિન્દાબા મૂળ જામનગર પંથકના વતની છે
ગુજરાતની સ્થાપના દિવસની પરેડના સુકાની મહિલા કમાન્ડર તરીકેની યશશ્વી સિદ્ધિ મેળવનાર અધિકારીને ઓળખો

રાજકોટ, તા.,૮: મહત્વના પ્રસંગોની ઉજવણી ભૂતકાળ માફક ફકત ગાંધીનગરમાં થવાને બદલે રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકા મથકે કરી આખા રાજ્યના લોકોને આકર્ષિત કરવાના ભાગરૂપે કાર્યક્રમો યોજવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્ય મંત્રી હતા તે સમયથી શરૂ થયેલ આવકારદાયક પ્રણાલી અંતર્ગત ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી પંચમહાલના ગોધરા ખાતે કરવામાં આવેલ.
આ સમારોહની વિશેષતા એ હતી કે આ ગૌરવપૂર્ણ સમારોહના મુખ્ય કમાન્ડરની ભૂમિકા એક દશકા પછી એક મહિલા અધિકારીએ નિભાવી હતી. સૌરાષ્ટ્રના લોકો માટે ગૌરવની વાત એ છે કે આ મહિલા અધિકારી મૂળ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના બેરાજા ગામના વતની છે. તો ચાલો આ યશશ્વી મહિલા અધિકારી અંગે વાકેફ્ગાર બનીએ.
dysp બ્રિન્દાબા જાડેજા ૨૦૨૪મા ૧૬ રેન્ક સાથે ડેપ્યુટી કલેકટર તરીકે પસંદગી પામ્યા હતા. પરંતુ જિંદગીમાં કંઈક પડકારજનક કાર્ય કરી લોક સેવા કરવાની અભિલાષાથી પોલીસ તંત્રની સેવા યથાવત ચાલુ રાખી. એક વિશેષ વાત dysp , ડેપ્યુટી કલેકટર તરીકે પસંદગી પામેલ આ તેજસ્વી કારકિર્દી ધરાવતા મહિલાએ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં બ્રાન્ચ મેનેજર પદે ૮ વર્ષ અને ૯ માસ સુધી પોતાની સેવાઓ આપી હતી અને તેમની આ ફરજની ખૂબ સારી રીતે નોંધ લેવામાં આવેલ.
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ અંતર્ગતની પરેડનું નેતૃત્વ સંભાળનાર આ કાર્યદક્ષ મહિલા dysp આ સિદ્ધથી સંતોષ માની લેવાને બદલે ભવિષ્યમાં વધુને વધુ પ્રજાલક્ષી કાર્ય કરવાની તમન્ના સાથે તેમાં સફળતા મેળવવી એ આ મહિલા dysp નો જીવન મંત્ર છે
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
