તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
અમદાવાદ જિલ્લાના 8 તાલુકામાં વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા : ધંધા-રોજગાર પર જતા લોકોને અગવડતા પડી : ખેડૂતોના ઉનાળું પાકને નુકસાન
હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવતા રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો

અમદાવાદ તા.૮ : હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. જેને લીધે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે.
ગઈકાલે વહેલી સવારથી અમદાવાદ જિલ્લાના 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ ચોમાસાની જેમ વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. આ સાથે જ ખેડૂતોના ઉનાળું પાકને નુકસાન થયું છે.
ગઈકાલે અમદાવાદના કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો તે જાણો…
બાવળા તાલુકામાં 2.99 ઈંચ વરસાદ
ધોળકા તાલુકામાં 1.30 ઈંચ વરસાદ
સાણંક તાલુકામાં 0.55 ઈંચ વરસાદ
ધોલેરા તાલુકામાં 1.85 ઈંચ વરસાદ
ધોળકા તાલુકામાં 1.30 ઈંચ વરસાદ
દસક્રોઈ તાલુકામાં 0.51 ઈંચ વરસાદ
ધંધુકા તાલુકામાં 0.20 ઈંચ વરસાદ
દેત્રોજ-રામપુરા તાલુકામાં 0.08 ઈંચ વરસાદ
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
