<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

સુરતથી અમરેલી, રાજકોટ અને અમદાવાદની તમામ નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ્સ રદ : સુરક્ષા કારણોસર ઉત્તર અને પશ્ચિમ ભારતના 20 એરપોર્ટ્સ પર ફ્લાઇટ સેવાઓ સ્થગિત

દેશની સુરક્ષાને સર્વોપરી ગણીને લેવાયો મહત્વનો નિર્ણય : નાગરિક વિમાન સેવા હવે 10 મે સુધી બંધ રહેશે : રાજકોટ અને અમરેલી એરપોર્ટ મુસાફરોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરાયા

અમદાવાદ : દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતથી અમરેલી, રાજકોટ અને અમદાવાદ તરફ જતી તમામ નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, ઉત્તર અને પશ્ચિમ ભારતના સંવેદનશીલ ગણાતા 20 જેટલા એરપોર્ટ્સ પર પણ ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.

નાગરિક વિમાન સેવાને હવે 10 મે, 2025 સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલાંના ભાગરૂપે રાજકોટ અને અમરેલી એરપોર્ટને પણ મુસાફરોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. મુસાફરોને થઈ રહેલી અગવડતા બદલ ખેદ છે, પરંતુ દેશની સુરક્ષા સર્વોપરી છે.

(3:38 PM IST)