તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
અમદાવાદમાં ચંડોળા તળાવ ડિમોલેશન મામલે AMCનો મોટો નિર્ણય: ભારતીય નાગરિકોને EWSના મકાન ફાળવાશે
AMC દ્વારા સમગ્ર દરખાસ્ત રાજ્ય સરકારને મોકલાઈ : 8525 જેટલા આવાસ 3 લાખની વાર્ષિક આવકમર્યાદા ધરાવતા ચંડોળાવાસીઓને ફાળવવા નિર્ણય લેવાયો

અમદાવાદમાં ચંડોળા તળાવ ડિમોલેશન મામલે AMCનો મોટો નિર્ણય લીધો છે. ભારતીય નાગરિકોને EWSના મકાન ફાળવવામાં આવશે. EWSના આવાસમાં ચંડોળાવાસીઓને મકાન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. AMC દ્વારા સમગ્ર દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. 8525 જેટલા આવાસ 3 લાખની વાર્ષિક આવકમર્યાદા ધરાવતા ચંડોળાવાસીઓને ફાળવવા નિર્ણય લેવાયો છે.
અમદાવાદ શહેરના ચંડોળા તળાવ પર ડિમોલેશન કર્યા બાદ હવે જે લોકો વર્ષ ડિસેમ્બર 2010થી પહેલા જે લોકો ચંડોળા તળાવમાં વસવાટ કરતા તેવા લોકોને હવે આવાસ યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મકાન આપવામાં આવશે. આજની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આ ચંડોળા તળાવ મામલે ચર્ચા કરવામાં આવી. ત્યારે હવે ચંડોળા તળાવનો ફેસ ટુ ની કામગીરી જ્યારે બાકી છે તેના પહેલા એક મહત્વનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા EWS આવાસના વાસીઓને મકાન આપવાના નિર્ણયને લઈને સમગ્ર દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. 8525 જેટલા આવા ત્રણ લાખની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા લોકોને આવાસના મકાનો ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ દસ લાખ ચોરસ મીટર જગ્યા પૈકી એક લાખ ચોરસ મીટરની જગ્યા પર દબાણ મુક્ત કરવામાં આવ્યું છે. પુનઃ વસન માટેના ફોર્મ ઓનલાઈન આપવામાં નહીં આવે સુરક્ષા હેતુ સાથે ઓફલાઈન પદ્ધતિથી મેળવવાના રહેશે.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ચંડોળા તળાવ ડિમોલેશન મામલે AMC દ્વારા ચંડોળા તળાવ પાસેના ભારતીય નાગરિકોને આપશે EWSનાં મકાન ફાળવવામાં આવશે. AMC સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો મહત્વપુર્ણ નિર્ણય. 1/12/2010 પહેલા જે તળાવ પર રહેતા હશે તેવા લોકોને વૈકલ્પિક મકાનો આપવામાં આવલશે. દાણીલીમડા વોર્ડ ઓફિસમાં મકાનના ફોર્મ મળશે. 3 લાખ કરતા ઓછી આવક હશે તો મળશે મકાન આપવામાં આવશે.
AMC દ્વારા ચંડોળામાં 1લાખ ચો.મીટરથી વધુ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. મકાનો માટે AMC સર્વે કરશે , 2010 પહેલા વસેલા લોકોને મકાન મળશે. AMC દ્વારા ચંડોળા તળવાના ડ્રોન સર્વે કરવામાં આવ્યો છે. 2.50 ચો.મીટરમાં દબાણ દૂર કરવાનું બાકી છે. AMC દ્વારા ચંડોળામાં 1 લાખ ચો.મીટરથી વધુ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મકાનો આપવામાં આવશે. AMC રાજ્ય સરકાર પાસે મંજૂરી માંગવામાં આવશે.
રૂપિયા 3 લાખના મર્યાદાનું ઘર મળશે જેનો ખર્ચ લાભાર્થીએ ચુકવાનો રહશે. બાંગ્લાદેશીઓને ઘર નહીં મળે , ભારતીયોને જ ઘર આપવામાં આવશે. ભારતીય નાગરિકની ખરાઇ માટે પોલીસ વેરીફીકેશન પણ કરવામાં આવશે. આ ઉપરાંત કોર્પોરેશન સહિતનાં સરકારી દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવશે. જેથી તેઓ ભારતીય જ છે તે પ્રસ્થાપિત થાય ત્યાર બાદ મકાન ફાળવવામાં આવશે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
