News of Friday, 9th May 2025
ગુજરાતમાં હાઈ એલર્ટ: સરહદી જિલ્લાઓની સ્થિતિ પર મુખ્યમંત્રી પટેલની નજર : ગૃહ રાજ્યમંત્રી સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઈમરજન્સી બેઠક
સરહદી જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે ટેલિફોનિક ચર્ચા : શાંતિ અને સલામતી જાળવવા જરૂરી સૂચનાઓ અપાઈ : મુખ્ય સચિવ સહિત ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત

ગાંધીનગર: દેશમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરહદી રાજ્ય હોવાથી, સરહદી જિલ્લાઓની પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક પગલાં લીધા છે. તેમની સૂચનાથી ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને એક ઈમરજન્સી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ સંબંધિત સરહદી જિલ્લાઓના કલેક્ટરો અને જિલ્લા પોલીસ વડાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થાનિક પરિસ્થિતિની વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે તમામ અધિકારીઓને કોઈ અનિચ્છનીય ઘટના ન બને, લોકોમાં ગભરાટ ન ફેલાય અને વિશેષ તકેદારી રાખવામાં આવે તે માટે જરૂરી સાવચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપી હતી.
આ મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાહત કમિશનર આલોક કુમાર પાંડે અને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના સરહદી વિસ્તારોમાં શાંતિ અને સલામતી જાળવવાનો અને કોઈપણ પ્રકારની અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓનો હતો.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
