<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

પાર્સલમાં લાશઃ ૫૦૦ સીસીટીવી કેમેરા આધારે પોલીસ આરોપી સુધી પહોંચીઃ જાણવા જેવી કથા

પોલીસ ધારે તો શું ન કરી શકે? અમદાવાદના ડીસીપી ભરત રાઠોડ ટીમે ફરી સાબિત કરી બતાવ્‍યું પોલીસ કમિશ્‍નર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક, સેકટર વડા નીરજ બડ ગુજ્જર ડીસીપી, અને એસીપી દિગ્‍વિજયસિંહ રાણાના માર્ગદર્શનમાં પીઆઇ ટી.આર. ગઢવી, પીએસઆઈ એલસીબી ઝોન ૨ કે. ડી. પટેલ, એચ.બી પંડયા, અને એ.એ. સરવૈયા સ્‍ટાફની કાબીલેદાદ કામગીરી રંગ લાવી

રાજકોટ, તા.૯: પોલીસ ધારે તો મંદિર બહાર પડેલ ચપ્‍પલ પણ કોઈ ચોરી ન શકે એવા હિન્‍દી ફિલ્‍મ ઈન્‍ડિયનમાં ડીસીપી આઝાદની ભૂમિકા ભજવતા સન્ની દેવોલ દ્વાર બોલાયેલ સંવાદ ને અમદાવાદના રિયલ ડીસીપી ભરત રાઠોડ ટીમે પોલીસ કમિશ્‍નર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શનમાં સાકર કરેલ છે, તેની રસપ્રદ કથા જાણવા જેવી હોય અત્રે પ્રસ્‍તુત કરી છે.

અમદાવાદના રિવર ફ્રન્‍ટ વિસ્‍તારમાં પાર્સલમાં પેક કરેલ એક લાશ પોલીસને મળી આવી. આમ જુવો તો આ ભેદ ઉકેલવો ખૂબ અઘરો હતો. સીપી અને સેકટરવડા નીરજ બડગુજ્જર સાથે ચર્ચા બાદ આ સિનિયર અધિકારીના માર્ગદર્શનમાં ડીસીપી ભરત રાઠોડ દ્વારા ૫૦૦ જેટલા સીસીટીવી કેમેરા ચકાસી આરોપી સુધી પોહચી ગયેલ.

ઝોન ૨ની એલસીબી ટીમ તુરંત કામે લાગી, લાશની ઓળખ મેળવવી જરૂરી હોવાથી છેલ્લા ૧૫ દિવસ દરમિયાન ૨૦ થી ૩૫ વર્ષ સુધીના ઉંમરના ગુમ થયેલા યુવાન અંગે જે મિસિંગ કેમ્‍પ્‍લેન થયેલ હોય તે વિગતો એકઠી કરી. અને આ લાશ આકાશ પવારની હોવાનું ખૂલ્‍યું. આકાશ પોતાના બુલેટ સાથે એક બિલ્‍ડિંગના બીજા માળે ગયાનું બહાર આવેલ. પરંતુ બિલ્‍ડિંગમાંથી બહાર અન્‍ય યુવાન નીકળી તેનું બુલેટ સવારી કર્યાનું પોલિસે શોધ્‍યું.

પોલીસ ફરી સીસીટીવી ફૂટેજ તપસ્‍યા અને લાશ મળેલ તે સ્‍થળથી બિલ્‍ડીંગ સુધી વિવિધ ટીમો મારફત તપાસ કરી, આરોપીઓ ઓળખી લીધા. અને  વિવિધ ટેક્રિકલ સર્વેલેન્‍સ, એ સમય દરમિયાન થયેલ મોબાઇલ ડેટા વિગેરે ચેક કરી અંતે આરોપીને શોધી તેની ધરપકડ કરી, બાકીના આરોપીઓ પણ તુરંત, ઝડપાઇ જશે.

કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ મુખ્‍ય આરોપીનુ નામઃ (૧) હિતેશ ઉર્ફે અમીત હનુમાનદાસજી જાતે સંઘવી (જૈન) ઉ.વ.૩૫ રહે. ડી-૪૦૧ નીલકંઠ પાર્ક, ૧ ઘોડા કેમ્‍પ રોડ, શાહીબાગ અમદાવાદ શહેર મુળવતન કર્મજીની ચાલી, ઢાળી બજાર, બાડમેર, રાજસ્‍થાન.

પકડાવાના બાકી આરોપીઓના નામઃ (૧) ટીમલેશ ઉકારામ રહે. સુમેલ-૧૧ કોમ્‍પ્‍લેક્ષ માધવપુરા અમદાવાદ શહેર મુળ બાડમેર, રાજસ્‍થાન. (૨) હિરારામ સાલુરામ રહે. સુમેલ-૧૧ કોમ્‍પલેક્ષ, માધવપુરા, અમદાવાદ શહેર, મુળ મુળ બાડમેર, રાજસ્‍થાન. (૩) રાવતારામ શંકરલાલ, રહે. મુળ બાડમેર, રાજસ્‍થાન. (૪) હેમારામ કોશલારામ રહે, મુળ બાડમેર, રાજસ્‍થાન. (૫) સીકયુરીટી ગાર્ડ વિનયકુમાર ઓવધેશરામ રહે, સુમેલ-૧૧ કોમ્‍પ્‍લેક્ષ માધવપુરા અમદાવાદ શહેર મુળ રહે. બિહાર.

ડીટેકટ કરેલ ગુનાની વિગતઃ (૧) સાબરમતી રીવર ફ્રન્‍ટ પોલીસ સ્‍ટેશન ફ.ગુ.ર.નં-૧૧૧૯૧૦૫૦૨૫૦૦૧૧/૨૦૨૫ ધી બી.એન.એસ. કલમ- ૧૦૩(૧), ૨૩૮ મુજબ.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ (૧) પો.ઇન્‍સ. શ્રી ટી.આર.ગઢવી સા.રીવરફ્રન્‍ટ ઇસ્‍ટ પો.સ્‍ટે. (૨) પો.સ.ઇ. કે.ડી.પટેલ એલ.સી.બી.ઝોન-૨ સ્‍કોડ. (૩) પો.સ.ઇ. એચ.બી. પંડયા સા.રીવરફ્રન્‍ટ ઇસ્‍ટ પો.સ્‍ટે. (૪) પો.સ.ઇ. એ.એ.સરવૈયા સા.રીવરફ્રન્‍ટ ઇસ્‍ટ પો.સ્‍ટે. (૫) એલ.સી.બી ઝોન-૨ સ્‍કોડના માણસો. (૬) સાબરમતી રીવરફ્રન્‍ટ ઇસ્‍ટ પો.સ્‍ટે. ના સ્‍ટાફના માણસો

(10:59 AM IST)