<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ગુજરાતના તમામ પોલીસકર્મીની રજા રદઃ ઉચ્‍ચ અધિકારીઓને સર્તક રહેવા સુચના

ભુપેન્‍દ્રભાઇની અધ્‍યક્ષતામાં હાઇ લેવલ મિટીંગઃ હર્ષ સંઘવી સહિતના હાજર

અમદાવાદ તા.૯: ગુજરાત રાજ્‍ય સરકારની આજે સવારથી જ એક અગત્‍યની બેઠક શરૂ થઈ છે. અને આ સમીક્ષા બેઠકમાં મહત્ત્વના નિર્ણયો લેવાશે. આ વચ્‍ચે ઓપરેશન સિંદૂરને લઇને એક મોટા સમાચાર સામે આવ્‍યા છે. હાલની પરિસ્‍થિને ધ્‍યાનમાં રાખીને સરકારે ઘણા વિભાગોના કર્મચારીઓની રજાઓ રદ કરી છે.

ગુજરાત સરકાર દ્વારા પણ સ્‍થિતિને ધ્‍યાને રાખીને ગુજરાત પોલીસનાં તમામ અધિકારી-જવાન સહિતનાં સમગ્ર સ્‍ટાફની રજા રદ્દ કરી દેવામાં આવી છે. આ અંગેનો અધિકારીક પરિપત્ર બહાર પાડીને તમામ પોલીસ કર્મચારીઓને પોતાની ફરજ પર હાજર થવા માટેનો આદેશ આપવામાં આવ્‍યો છે. આ ઉપરાંત તમામ ઉચ્‍ચ અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે ગુજરાત સરકાર દ્વારા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓનાં મહત્‍વનાં સ્‍થળો પર પેટ્રોલિંગ વધારવા તમામ જિલ્લાઓની બોર્ડર પર પણ સધન ચેકિંગ હાથ ધરવા માટે આદેશ આપવામાં આવ્‍યા છે.

(1:50 PM IST)