<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

નરેન્‍દ્રભાઇએ ભુપેન્‍દ્રભાઇ સાથે વાત કરીઃ તૈયારી- આગોતરા આયોજનની માહિતી મેળવી

 

ગાંધીનગરઃ સરહદી રાજય હોવાથી ગુજરાત ઉપર હુમલાના જોખમને લઇને રાજય સરકાર દ્વારા હાઇલેવલ મીટીંગ તથા જરૂરી પગલા લેવામાં આવી રહયા છે ત્‍યારે આજે સવારે યોજાયેલ ઉચ્‍ચ સ્‍તરીય બેઠક બાદ નરેન્‍દ્રભાઇએ ભુપેન્‍દ્રભાઇ સાથે ટેલીફોનીક વાત કરી સમગ્ર તૈયારી- આયોજન અંગે માહિતી મેળવી હોવાની ભુપેન્‍દ્રભાઇએ એકસ ઉપર પોસ્‍ટ મુકી જણાવ્‍યું હતું.

ભુપેન્‍દ્રભાઇએ પોસ્‍ટમાં જણાવેલ કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્‍થિતિમાં ગુજરાતની સરહદી રાજય તરીકેની સજ્જતા તથા રાજય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. વડાપ્રધાનશ્રીએ ખાસ કરીને પાકિસ્‍તાનની સરહદ સાથે જોડાયેલા કચ્‍છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતીના રાજય સરકાર દ્વારા લેવાયેલાં પુરતાં પગલાઓ અંગેની પણ વિગતો મેળવી હતી.

(4:06 PM IST)