તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 9th May 2025
અમદાવાદના શાહપુરમાં ભવ્ય તિરંગા યાત્રા : 'ઓપરેશન સિંદૂર'ની સફળતાની ખુશીમાં ઉજવણી
મ્યુનિસિપલ કોર્પોરેટર સમીરા માર્ટીન અને જુનૈદ શેખના નેતૃત્વમાં રેલી : સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ મીઠાઈ વહેંચી

અમદાવાદ: અમદાવાદના શાહપુર વિસ્તારમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેટર સમીરા માર્ટીન અને જુનૈદભાઈ શેખના નેતૃત્વમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું આયોજન તાજેતરમાં ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ની ખુશીમાં કરવામાં આવ્યું હતું.
દરિયાપુરના સ્થાનિક આગેવાન યુસુફ શેખ અને સામાજિક આગેવાન જુનૈદ શેખ સહિત શાહપુરના અનેક સામાજિક કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક લોકો આ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ એકબીજાને મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કર્યો હતો અને હાથમાં તિરંગો લઈને 'ત્રિરંગા વિજય રેલી' કાઢી હતી. આ રેલી શાહપુરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને લોકોએ દેશભક્તિના નારા લગાવ્યા હતા. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ સ્વયંભૂ ભાગ લીધો હતો અને દેશની એકતા તથા સેનાની સફળતાને બિરદાવી હતી.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
