<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

પ્રવર્તમાન સ્થિતિને પગલે રાજ્ય સરકારનો મોટો નિર્ણય : તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ

અનિવાર્ય સંજોગો સિવાય કોઈને રજા નહીં મળે : રજા પર ગયેલા કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ : હેડક્વાર્ટર છોડવા પર પણ પ્રતિબંધ

ગાંધીનગર: રાજ્ય સરકારે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના તમામ વિભાગો, ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન અને સ્વાયત્ત તથા અનુદાનિત સંસ્થાઓના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.
આ ઉપરાંત, જે અધિકારીઓ અને કર્મચારીઓ હાલમાં રજા પર છે, તેમને પણ તાત્કાલિક અસરથી તેમની ફરજ પર હાજર થવા માટે સંબંધિત વિભાગો અને ખાતાઓના વડાઓને સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્ય સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા વિભાગના વડા, ખાતાના વડા અથવા કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના પોતાના મુખ્ય મથક (હેડક્વાર્ટર) છોડવાનું પણ રહેશે નહીં. રાજ્ય સરકારનો આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે અને તેનો હેતુ કટોકટીની પરિસ્થિતિમાં તમામ સરકારી કર્મચારીઓની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવાનો છે.

(5:54 PM IST)