<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

રાજ્યમાં આગામી ચાર દિવસ હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થવાની શક્યતા

અમદાવાદ, સુરત, વડોદરા, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠું થવાની આગાહી

અમદાવાદ :ગુજરાતમાં આજે કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 13 મે સુધી હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે અમદાવાદ, સુરત, વડોદરા, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, આજે 9 મે 2025ના રોજ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જેના પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતાને પગલે યલો ઓરેન્જ આપવામાં આવ્યું છે.

10 મે અને 11 મેના રોજ રાજ્યના મોટભાગના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આ બન્ને દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ મેઘગર્જના થવાની શક્યતા છે.

12 મે 2025ના રોજ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે

13 મે 2025ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવો

(7:49 PM IST)