હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નાંદોદના ભદામ ગામમાં દવાખાનું ચલાવતા ડોક્ટરને ત્યાં સ્ટિંગ ઓપરેશન કરી પત્રકાર તરીકેની ઓળખ આપી 2.30 લાખ પડાવી લેનાર વિરુદ્ધ ફરિયાદ
15 વર્ષના છોકરાને દર્દી તરીકે લાવી ત્યાં વિડિયોગ્રાફી કરી દવાખાનું બંધ કરાવી દેવાની અને જેલમાં પુરાવાની ધમકી આપી રૂપિયા ખંખેરી લીધાની ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા નજીક આવેલા ભદામ ગામમાં દવાખાનું ચલાવતા એક ડોક્ટર ને ત્યાં સ્ટિંગ ઓપરેશન કરી ધમકી આપી પત્રકાર તરીકે ઓળખ આપી રૂપિયા પડાવનાર ત્રણ વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે
પ્રાપ્ત માહિતી અનુસાર ભદામ ગામમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટર જયેશભાઈ શિવલાલ ભાઈ પટેલએ આપેલી ફરિયાદ મુજબ તેઓ નિલકંઠ દવાખાનામા બી.ઈ.એમ. એસ ડોક્ટરી તેમજ ડૉક્ટર વિષ્ણુકાંત આર. કંસારા (એમ.બી.બી.એસ) રહે.ડભોઇની સાથે મદદનીશ (કમ્પાઉન્ડર) તરીકે કામ કરતા હોય અને ગઈ તા.૦૯/૦ ૪/૨૦૨૫ ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યાના અરસામા ડૉક્ટર વિષ્ણુકાંત આર. કંસારા નાઓની ગેર હાજરીમા અબુભાઈ મુલ્લા તથા ખાલીદભાઈ શેખ તથા અન્ય એક ઇસમ મળી આશરે પંદરેક વર્ષના છોકરાને પેશન્ટ તરીકે ક્લીનીક પર લાવી ખંજવાળની તકલીફ હોવાનુ જણાવતા જયેશ પટેલે ડૉક્ટર કંસારાની સલાહથી ખંજવાળની ટેબલેટ સવાર-સાંજ એમ પાંચ દિવસ માટે આપેલ તેની આ લોકો એ વીડીયોગ્રાફી કરી લઈ તા.૧૧/૦૪/૨૦ ૨૫ ના કલાક ૧૯/૪૫ વાગ્યાથી તા.૦૮/૦૫/૨૦૨૫ ના રોજ અબુભાઇ મુલ્લા તથા ખાલીદભાઇ શેખે અન્ય એક વ્યક્તિ સાથે મળી ગુનાહિત કાવતરૂ રચી જયેશભાઈ ને પત્રકાર તરીકે ઓળખ આપી સ્ટીગ ઓપરેશનથી બદનામ કરી દવાખાનુ બંધ કરાવી દેવાની તથા જેલમાં પુરાવી દેવાની અને જયેશ પટેલ તથા તેના પરીવારને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગાળા-ગાળી કરી તેમનીપાસેથી બળજબરી પુર્વક કુલ રૂ.૨,૩૦,૦૦૦/- કઢાવી લઈ જઈ ગુનો કરતા રાજપીપળા પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ દવાખાના માં રૂપિયા ખંખેરી લીધા બાદ ત્યાંથી જતા રહેલા આ લોકો માટે ડોક્ટર એ પોલીસ ને જાણ કરતા રાજપીપળા પોલીસે તાત્કાલિક તેને પકડવા ચક્રો ગતિમાન કરતા તેઓ પોઇચા આગળ તેમની ફોર વ્હીલ ગાડી મૂકી ભાગી છૂટ્યા હતા તેમની ગાડી પોલીસે કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
