News of Saturday, 10th May 2025
રાજપીપળાના કોસંબા લગ્નમાંથી પરત ફરતા બે યુવાનોને અકસ્માત થતા એકનું મોત, એક ને ગંભીર ઇજા
રાજપીપળાના રાજપૂત ફળીયા અને વડિયામાં રહેતા બે મિત્રો એક જ જગ્યા પર નોકરી કરતા હતા :અંકલેશ્વર સહયોગ હોટલ પાસે તોતિંગ હાઈવા ટ્રકે અકસ્માત કરતા આ ઘટના બની

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાના બે યુવાનો લગ્નમાંથી પરત ઘરે આવતા હતા ત્યારે અંકલેશ્વર નજીક ટ્રક સાથે અકસ્માત થતા એક યુવાનનું મોત નીપજ્યુ હતું જ્યારે એક ને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે લઈ જવાયો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળાના રાજપૂત ફળીયામાં રહેતા ધ્રુવરાજસિંહ પરમાર અને વડિયા ગામમાં રહેતા હર્ષ રાણા નામના બે યુવાન કોસંબા એક લગ્નમાં ગયા હતા ત્યાંથી લગ્ન પતાવી પરત ફરતી વેળા અંકલેશ્વરની સહયોગ હોટલ નજીક તોતિંગ હાઈવા ટ્રક સાથે આ યુવાનોની બાઇકનો અકસ્માત થતા એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બીજા યુવાન ને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયો હતો. જાણવા મળ્યા મુજબ આ બંને યુવાન મિત્રો રાજપીપળાની એક મોબાઈલ શોપમાં સાથે જ નોકરી કરતા હતા.
આ ગંભીર અકસ્માત થતા યુવાનોના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી જોવા મળી છે. મરનાર ધ્રુવરાજસિંહ પરમારના મૃતદેહ ને આજે રાજપીપળા તેમના નિવાસ્થાને લવાતા તેના બોસ અને સ્ટાફના કર્મચારીઓની આંખો અશ્રુભીની થઈ હતી અને પરિવારજનો પણ કલ્પાંત કરતા જોવા મળ્યા હતા. બપોરે તેની અંતિમવિધિ કરવામાં આવી હતી.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
