News of Saturday, 10th May 2025
GPSC દ્વારા લેવાનારી પરીક્ષા યથાવત રહેશે :રવિવારે GPCB વર્ગ-2ની પરીક્ષા : હસમુખ પટેલે આપી માહિતી
ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે GPSC દ્વારા લેવાનારી પરીક્ષા યથાવત રહેશે.

પાકિસ્તાન સામે યુદ્ધની સ્થિતિ દરમિયાન ગુજરાત સરકાર એલર્ટ મોડમાં જોવા મળી છે. રલવે, ST અને એરપોર્ટ સેવા થોડા સમય માટે સ્થગિત કરી છે. આ દરમિયાન GPSC પરિક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે GPSC દ્વારા લેવાનારી પરીક્ષા યથાવત રહેશે. હસમુખ પટેલે X પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી છે.તમને જણાવી દઈએ કે, આવતીકાલે GPCB વર્ગ-2ની પરીક્ષા છે.
ભારત અને પાકિસ્તાનની તંગ ભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને ICAIએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. 9થી 15 મે સુધી CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્સી)ની તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે પચંડ યુદ્ધ ચાલી રહ્યું હોવાથી આ નિર્ણય લેવાયો છે.
(12:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
