તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Saturday, 10th May 2025
દરિયા સુરક્ષા માટે ૫ હજાર પોલીસ, કમાન્ડો સાથે મેદાને...અશોક કુમાર યાદવ...
સાવધાન સોશ્યલ મીડિયા પર વિવાદી પોસ્ટ મૂકશો તો જેલ ભેગા થતા વાર નહીં લાગે... જામનગરમાં એક સામે ગુન્હો દાખલ.... : સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ૧૫ ટીમો દ્વારકા સહિતના દરિયા, દ્વારકા મંદિરની આંતરિક સુરક્ષા વ્યવસ્થા સાથે ખૂણે ખૂણાની બોમ્બ સ્કોડ દ્વારા એસપી નિતેશ પાંડે ટીમ દ્વારા ચકાસણી....

રાજકોટ, તા.૧૦: દેશમાં અઘોષિત યુદ્ધના માહોલ વચ્ચે સૌરાષ્ટ્રના વિશાળ સાગર કિનારા, ટાપુઓ, દ્વારકા મંદિર વિગેરે ધ્યાને રાખી ઉતર સૌરાષ્ટ્રના ૫ જિલ્લાનો વડા એવા રાજકોટ રેન્જ IG અશોક કુમાર યાદવ દ્વારા ૫ હજાર પોલીસનું દળકટક અને વિશેષ કમાન્ડો દળને સુરક્ષા વ્યવસ્થાનુ સુકાન સુપ્રત કર્યું છે.
સાગર સુરક્ષા અંતર્ગત રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ શરૂ થયું છે. આસપાસના ગામના લોકોને અગાઉથી જે રીતે પોલીસ જાસૂસ જેવી તાલીમ આપવામાં આવી છે, તેની ચકાસણી ગામોગામ કરી રીફ્રેશર કોર્ષ શરૂ થયાની બાબતને રાજકોટ રેન્જ વડા અશોક કુમાર યાદવ દ્વારા સમર્થન આપેલ.
યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે અમુક લોકો કોઈ ગંભીરતા સમજ્યા વગર ખોટી અને સેના અને દેશના લોકોનું મનોબળ તુંટે તે પ્રકારની પોસ્ટ મૂકે છે. તેના પર નજર રાખવા સાયબર ક્રાઈમ સહિતની ૧૫ ટીમોને કામે લગાડી છે. આજ રીતે પોલીસ સલાહકાર ગૃપ દ્વારા પણ લોકોને ખોટી અફવા ન માનવા માટે whatsep ગ્રુપ તૈનાત કરવામાં આવ્યાંનુ પણ અકિલા સાથેની વાતચીતમાં રેન્જ વડા અશોક કુમાર યાદવે જણાવ્યું છે.
સિનિયર પોલીસ અધિકારીઓના માર્ગદર્શન નીચે SOGની ૧૫ ટીમો આંતરિક સુરક્ષા અર્થે મેદાને ઉતારી છે.
દેવભૂમિ દ્વારકા જગત મંદિરની સુરક્ષા વ્યવસ્થા બેવડાઈ છે. અંદર પ્રવેશ્તા તમામ લોકોની અંગ જડતી, સમાન ચેકીંગ, ખૂણે ખૂણાની બોમ્બ ડિસ્પીઝલે સ્કોડ દ્વારા ચકાસણી, વાહન ચેકીંગ સહિતની ધમધમાટ દ્વારકા એસપી નિતેશ પાંડે ટીમ દ્વારા ચાલી રહ્યાનું રેન્જ વડા અશોક કુમાર યાદવે જણાવેલ.(૨૩.૧૮)
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
