<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

ગુજરાતના જેલ કેદીઓની ઝળહળતી સિદ્ધિ : ધોરણ ૧૦માં ૬૮ ટકા પરિણામ આવ્‍યું

ગુનાખોરીની દુનિયાના MBA બનવાને બદલે સાચા અર્થમાં ડીગ્રીઓ મેળવે તેવા dg ડો.રાવ દંપતિ અને ટીમની જહેમત ફળી

રાજકોટ, તા.૧૦: ગુજરાતની વિવિધ જેલોમાં અલગ અલગ ગુન્‍હામાં પકડાયેલ જેલ કેદીઓ જેલમાં રહી, ગુન્‍હાખોરીમાં MBA કરવાને બદલે, જીવનનો કિમતી સમય વેડફી ન નાખે તે માટે રાજ્‍યના જેલોના વડા ડો. કે. એલ. એન રાવ ટીમ દ્વારા ખૂબ જહેમત ઉઠાવવાનાં આવે છે. તેમના આ પ્રયાસોમાં જાણીતા શિક્ષણવિદ અને ડીન ડો.ઇન્‍દુ રાવનો પણ ભરપૂર સહયોગ મળતા ધોરણ ૧૦, ૧૨ બોર્ડમાં જેલ કેદીઓ ઉત્‍સાહભેર પરીક્ષા આપી ખૂબ સારા પરિણામ મેળવેલ છે. આવી સિદ્ધિ બદલ ડૉ.રાવ દંપતી, જેલ ig અશ્વિન ચૌહાણ સહિત જેલ સુપ્રિ. નિધિ ઠાકુર, રાજકોટ જેલ સુપ્રિ રાઘવેન્‍દ્ર જૈન સહિત જેલ સુપ્રિ. દ્વારા અભિનંદન આપવામાં આવેલ છે.

રાજયભરની જેલો ખાતેથી ધોરણ-૧૦માં કુલ-૫૬ વિદ્યાર્થી બંદિવાનોએ પરીક્ષા આપેલ હતી. તેમાંથી કુલ-૩૮ વિદ્યાર્થી બંદિવાનો પાસ થયેલ છે.

બંદિવાનોએ આપેલ પરીક્ષામાં ધોરણ-૧૦નું ૬૮% પરિણામ આવેલ છે.

રાજયભરની જેલો ખાતેથી ધોરણ-૧૨માં કુલ-૨૯ વિદ્યાર્થી બંદિવાનોએ પરીક્ષા આપેલ હતી તેમાંથી કુલ-૧૬ વિદ્યાર્થી બંદિવાનો પાસ થયેલ છે.

બંદિવાનોએ આપેલ પરીક્ષામાં ધોરણ-૧૨નું ૫૫% પરિણામ આવેલ છે.

(2:44 PM IST)