તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 10th May 2025
સ્વછતાના નામે ગાંધીનગર બેઠેલા ઉચ્ચ અધિકારીઓ મનફાવે તેવા સાધનો મોકલી ભ્રષ્ટાચાર કરે છે..સાંસદ
સરકારી યોજનાના વિતરણ કાર્યક્રમનો સાંસદ અને ધારાસભ્યએ કર્યો વિરોધ: ઘન કચરો ઉઠાવનારી ઈ-રીક્ષા લેવા સરપંચો એ પણ વિરોધ કરતા કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો.

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાંચ તાલુકાઓ માં 20 -20 ઈ રીક્ષા સઘન કચરો ઉઘરાવવા માટેની વિતરણ કરવામાં આવી. જેમાં કેટલાક નેતાઓ એ આ વિતરણ કર્યા પરંતુ દેડીયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઈ રીક્ષાના વિતરણ કાર્યક્રમ નો મોટાપાયે વિરોધ થયો. દેડીયાપાડા તાલુકાના 20 જેટલા ગામોને સ્વછતા માટે ઈ રીક્ષા વિતરણ કાર્યક્રમ માં.મુખ્ય મહેમાન સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા એ આ ઈ રીક્ષા લેવાની ના પાડી અને આવી કંડમ રીક્ષા કે જે એક વર્ષ પણ ના ચાલે અને જેનું 3,10,000 નું બીલ મૂકી એજન્સી અને અધિકારીઓ એ મલાઈ ખાઇ ઓડકાર લઈ લીધો હોય એવા ભ્રષ્ટાચાર નું અમારા હાથે વિતરણ કરીએ તો આવતી કાલે અમે હસીને પાત્ર બનીએ એના કરતા આ વિતરણ અમે નહીં કરીએ ની વાત કરતા.સામે ઈ રીક્ષા લેવાની સરપંચો એ લેવાનો ના પાડતા મામલો ગરમાયો અને કાર્યક્રમ તંત્ર એ મોકૂફ રાખવો પડ્યો અને અધવચ્ચે પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
આ બાબતે દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા એ જણાવ્યું હતું કે સ્વચ્છભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામવિકાસ એજન્સી દ્વારા આ યોજના હેઠળ ખરીદી થઈ છે. સામાન્ય રીતે જોઈએ તો 1 થી 1.50 લાખ રૂપિયામાં આ ઈ રીક્ષા આવે પણ એજન્સી 3,10 લાખ નું બિલ મૂકતા સીધા એક લાખ થી વધુ કમાઈ રહ્યા છે. જે ખોટું છે. આદિવાસીઓ ના નામે 20x 5 100 ઈ રીક્ષા આપવામાં આવી જેની કિંમત 3,10 કરોડ થાય એટલે આ નાનકડી યોજનામાં કરોડો નો ભ્રષ્ટાચાર છે. અમને દેડીયાપાડા ની કાયાપલટ થવાની છે કહી આમંત્રણ આપ્યું અને જોયું તો નાની નાની છગડી આપી શું મઝાક ઉડાવો છો અમે આવી વસ્તુના લોકાર્પણ નથી કરવાના ભાઈ આદિવાસી વિસ્તારમાં જેટલી પણ આવી રીક્ષાઓ વિતરણ કરાઈ તમામ ની માહિતી માંગવામાં આવશે હું આ ભ્રષ્ટાચાર નો પર્દાફાસ કરીશ.ની ચીમકી પણ આપી હતી.
જ્યારે સાંસદ મનસુખભાઈ વસાવા એ જણાવ્યું હતું કે સરકાર સારા હેતુ માટે ગ્રાન્ટ ફાળવે છે પરંતુ ગાંધીનગર બેઠેલા ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાના સ્થાનિક અધિકારીઓ ની.મિલીભગર થી આ ધંધો ચાલે છે. સરકાર પારદર્શક વહીવટ કરે છે.બોગસ આવકના દાખલા નો કેશ ગાંધીનગરના અધિકારી એ પ્રકાશિત કર્યા.જે ટીડીઓ એ આ તપાસ કરી જે તલાટીઓ એ ફરિયાદ નોંધાવી તેમણે અભિનદન પણ થોડા કમિશન માટે રડતા અમારા ભાજપના નેતાઓ ટીડીઓ ની બદલી કરાવી કેટલે અંશે વ્યાજબી..પ્રદેશે આ બાબતે નોંધ લીધી છે. સાચા લાભાર્થીઓ ને આ ખોટા આવક ના દાખલા ને લીધે લાભ મળ્યો નથી આ બાબતે તપાસ થવી જોઈએ. જેની હું માંગણી કરું છું.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
