<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

નર્મદા એલસીબી ટીમે વયોવૃદ્ધ મહિલાને બ્રિજ પરથી છલાંગ મારી આપઘાત કરતા બચાવી માનવતા દાખવી

પુત્ર તથા પુત્રવધુના ઝઘડામાં માતાને થતા મનદુ:ખ થતા બ્રિજ પરથી છલાંગ મારી આપઘાત કરવાની કોશીશ કરનાર માતાને બચાવી લેવાઈ

(ભરત શાહ દ્વારા ) નર્મદા: જિલ્લા પોલીસ વડા એ નર્મદા જિલ્લામાં બનતા આત્મહત્યાના બનાવો રોકવા અસરકારક કામગીરી કરવા આપેલ સુચના ના આધારે  આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ  ડી.આર.રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી., નર્મદા નાઓએ એલ.સી.બી. ટીમના પોલીસ માણસોને જરૂરી સુચનાઓ આપતા અ.હે.કો.રમેશભાઇ મંગળભાઇ એલ.સી.બી.,નર્મદા. તથા અ.પો.કો. જયેશભાઇ કાનજીભાઇ એલ.સી.બી., નર્મદાનાઓ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અકતેશ્વર ચોકડી નજીક આવેલ નર્મદા નદી પર આવેલ બ્રીજ પરથી પસાર થતા હતા. તે દરમ્યાન એક વયોવૃધ્ધ મહિલા બ્રીજની દિવાલ પરથી છલાંગ લગાવી આપઘાત કરવાની કોશીશ કરી રહેલ હોવાનુ જણાઇ આવતા તાત્કાલીક આ મહિલા પાસે પહોચી પુછપરછ કરતા મહિલા પોતાના પુત્ર તથા પુત્રવધુના ઝઘડાનુ મનદુ:ખ થતા આપઘાત કરવા સારૂ આવેલ હોવાની હકિકત જણાવતા મહિલાનું જરૂરી કાઉન્સેલીંગ કરી મહિલાને આપઘાત કરતા અટકાવી બ્રીજની દિવાલ પરથી ઉતારી લઇ મહિલાના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી અર્થે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.


 

(11:27 PM IST)