તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 10th May 2025
નર્મદામાં પત્રકાર તરીકેની ઓળખ આપી રૂ.2.30 લાખ પડાવનાર બે શખ્સો ઝડપાતા પોલીસે રી.કન્સ્ટ્રક્શન કર્યું
અબુભાઈ મુલ્લા તથા ખાલીદભાઈ શેખ નામના ઇસમો પકડાતા પોલીસે રી.કન્સ્ટ્રક્શન કરી કોર્ટમાં રજુ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરી: આ તોડબાજીમાં સાથ આપનાર ત્રીજો વ્યક્તિ ભદામ ટેકરાનો રહેવાસી ધમો નામનો વ્યક્તિનું નામ ખુલતા પોલીસે તપાસ હાથ ધરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નાંદોદ તાલુકાના ભદામ ગામમાં દવાખાનું ચલાવતા એક ડોક્ટરને ત્યાં સ્ટિંગ ઓપરેશન કરી ધમકી આપી પત્રકાર તરીકે ઓળખ આપી રૂપિયા પડાવનાર વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો જેમાં પોલીસે બે શખ્સો ને ઝડપી પાડી રી.કન્સ્ટ્રક્શન કર્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર ભદામ ગામમાં જયેશભાઈ શિવલાલ ભાઈ પટેલએ આપેલી ફરિયાદ મુજબ તેઓ નિલકંઠ દવાખાનામા પ્રેક્ટિસ કરતા ડૉક્ટર વિષ્ણુકાંત આર. કંસારા (એમ.બી.બી.એસ) (રહે.ડભોઇ) ની સાથે મદદનીશ (કમ્પાઉન્ડર) તરીકે કામ કરતા હોય ગઈ તા.૦૯/૦ ૪/૨૦૨૫ ના રોજ રાત્રીના આશરે નવેક વાગ્યાના અરસામા ડૉક્ટર વિષ્ણુકાંત આર. કંસારા ની ગેરહાજરીમા અબુભાઈ મુલ્લા તથા ખાલીદભાઈ શેખ તથા અન્ય એક ઇસમ મળી આશરે પંદરેક વર્ષના છોકરાને પેશન્ટ તરીકે ક્લીનીક પર લાવી ખંજવાળની તકલીફ હોવાનુ જણાવતા જયેશ પટેલે ડૉક્ટર કંસારાની સલાહ થી ટેબલેટ આપેલ તેની આ લોકો એ વીડીયોગ્રાફી કરી લઈ અબુભાઇ મુલ્લા તથા ખાલીદભાઇ શેખ અને અન્ય એક વ્યક્તિ સાથે મળી જયેશભાઈ ને પત્રકાર તરીકે ઓળખ આપી કરેલા સ્ટીગ ઓપરેશનથી બદનામ કરી દવાખાનુ બંધ કરાવી દેવાની તથા જેલમાં પુરાવી દેવાની અને જયેશ પટેલ તથા તેના પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમનીપાસેથી બળજબરી પુર્વક કુલ રૂ.૨,૩૦,૦૦૦/- કઢાવી લઈ જઈ ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં રાજપીપળા ટાઉન પીઆઇ વી.કે.ગઢવી અને તેમની ટીમે ગણતરી ના સમય માં બે વ્યક્તિઓ ને ઝડપી પાડી ભદામ ગામના દવાખાને લઈ જઈ રી.કન્સ્ટ્રક્શન કર્યું હતું.
ત્યારબાદ પોલીસે પકડાયેલા બંને વ્યક્તિઓ ને રિમાન્ડ માટે કોર્ટ માં રજુ કરી સાત દિવસ ના રિમાન્ડ ની માંગણી કરી છે અને બંને સાથે રહેલ અન્ય વ્યક્તિ ભદામ ટેકરા માં રહેતો ધમો નામનો વ્યક્તિ હોવાનું પોલીસ ને જાણવા મળ્યું છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે.
પકડાયેલા બે તોડબાજો એ ભૂતકાળમાં પત્રકાર ના નામે કેટલા લોકો પાસે રૂપિયા પડાવ્યા છે અને તેઓ ખરેખર પત્રકાર છે કે પત્રકાર ના નામે લોકો ને ધમકાવી તોડબાજી કરે છે તેમની ગેંગ માં બીજા કોણ કોણ સામેલ છે જેવા અનેક સવાલો પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછી સત્ય હકીકત બહાર લાવશે તેમ ટાઉન પીઆઈ વી.કે. ગઢવી એ જણાવ્યું હતું.
પકડાયેલા બંને ઇસમો ડભોઇ ના રહેવાસી છે અને ભૂતકાળ માં વડોદરા ના કોઈ સાપ્તાહિક અખબાર માં કામ કરતા હતા પરંતુ તેમના આવા કારનામા બહાર આવતા અખબાર ના તંત્રીઓ એ તેમને કાઢી મૂક્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
