News of Saturday, 10th May 2025
યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન નર્મદા જિલ્લાના 6 ડોકટરોને બોર્ડરના જિલ્લાઓમાં ફરજ પર મુકાયા
જામનગર, પોરબંદર, દેવભૂમિદ્વારકા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાઓ માં ફરજ સોંપાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:હાલમાં દેશમાં અને રાજયમાં સર્જાયેલ આકસ્મિક પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાને લેતા આરોગ્યલક્ષી સેવાઓ સતત કાર્યરત રહે તે માટે રાજયની સરહદ પર આવેલ જીલ્લાઓ પૈકી જામનગર, પોરબંદર, દેવભૂમિદ્વારકા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ ખાતે તબીબી અધિકારી વર્ગ-૨ ને બોર્ડર ના જિલ્લાઓમા ફરજ પર મૂકવામાં આવ્યા હોય જેમાં નર્મદા જિલ્લાના છ ડોકટરોને ત્યાં જવા ગાંધીનગર આરોગ્ય વિભાગમાંથી ઓર્ડર થયા છે.
હાલ ભારત પાકિસ્તાર વચ્ચે સતત યુદ્ધ લડાઈ ચાલી રહી છે અને બોર્ડર પર કેટલાય દિવસો થી પાકિસ્તાન ની સેના નાપાક હરકત કરી રહી છે જેમાં ભારતીય સેના એ પણ સામે જડબાતોડ જવાબ આપી તેમના નાપાક મનસૂબા પર પાણી ફેરવ્યું છે ત્યારે હાલ માં સરહદ પર આવેલા કેટલાક જિલ્લાઓ માં જામનગર, પોરબંદર, દેવભૂમિદ્વારકા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જેવા જિલ્લાઓ પર પણ આક્રમણ થાય તેમ હોય તે માટે આકસ્મિક પરિસ્થિતિ અને સંજોગો ને ધ્યાને લેતા આરોગ્યલક્ષી સેવાઓ સતત કાર્યરત રહે તે માટે આરોગ્ય વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યના જિલ્લાઓમાંથી ડોકટરોને ત્યાં ફરજ ઉપર મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે જેમાં નર્મદા જીલ્લા માંથી પણ 6 ડોક્ટરો પૈકી ડો.આર.સી.ભગત જનરલ હોસ્પિટલ, રાજપીપળા તથા ડો.મનોજકુમત મિશ્રા, સરકારી હોસ્પિટલ, ગરુડેશ્વર તેમજ ડો.શૈલેશ આઈ ભીલ, સરકારી હોસ્પિટલ, ગરુડેશ્વર તેમજ ડો.આર.કે.રંજન, સામુહિક આરોગ્ય કેન્દ્ર, તિલકવાડા, ડો. સંજય શ્યામા ચૌધરી, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સાગબારા તથા ડો.રજનીકાંત.આર. વસાવા, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સાગબારા મળી કુલ 6 ડોક્ટરો ને બોર્ડરના જિલ્લાઓમાં ફરજ પર મુકાયા છે
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
