News of Saturday, 10th May 2025
નર્મદામાં વાવાઝોડા અને વરસાદમાં એગ્રીકલ્ચર લાઇન બંધ થતા કેટલાક ગામોમાં હજુ સ્થિતિ સુધરી નથી
નાંદોદ તાલુકાના રસેલા ફીડર અને અન્ય ફીડર પર વીજ થાંભલા પડયા બાદ કોઈજ કામગીરી નહીં થતા ખેડૂતોને મુશ્કેલી : એક તરફ વાવાઝોડાએ પાકને નુકશાન કર્યું તો બીજી તરફ હજુ કેટલાક ફીડર ચાલુ નહીં થતા પાકને વધુ નુકશાન

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામ ગયા રવિવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વાવાઝોડા સાથે વરસાદ પડતા રાજપીપળા સહિત ઘણા ગામોમાં અંધારપટ સર્જાયો હતો જેમાં વીજ કંપની દ્વારા ટીમો મૂકી કામગીરી કરવામાં આવી હતી પરંતુ જિલ્લામાં એગ્રીકલ્ચર લાઈનોને થયેલા મોટા નુકશાનમાં કેટલાક ગામોના ફીડર રીપેર કરી લાઈનો ચાલુ કરવામાં આવી છે જ્યારે કેટલાક ફીડર હજુ ચાલુ નહીં થતા ખેડૂતો માં રોષ જોવા મળ્યો છે.
નાંદોદ તાલુકામાં આવેલા કેટલાક ગામો પૈકી રસેલા ફીડર માં આવતા ગામો ની લાઇન વાવાઝોડામાં તૂટી પડી હતી અને કેટલાક થાંભલા પણ ખેતરો માં જ પડી ગયા બાદ હજુ આ ફીડરનું રિપેરિંગ નહીં થતા આ ફીડરમાં આવતા કેટલાય ગામોના ખેડૂતો લાઇટ વિના અકળાઈ ઉઠ્યા છે.
ત્યાં ખેતર ધરાવતા જનકુમાર મોદી એ આ બાબતે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે ગયા રવિવારે આ વાવાઝોડા ની ઘટના બની ત્યારથી આજદિન સુધી એટલેકે લગભગ છ દિવસથી અમારી એગ્રીકલ્ચર લાઇન બંધ છે છતાં વીજ કંપનીના માણસો આ બાબતે કઈ કરતા નથી, એક તરફ વાવાઝોડા અને વરસાદ માં અમારા પાક ને નુકશાન થયું છે ત્યારે બીજી બાજુ લાઇટ નહી હોવાથી પાક માં પાણી કઈ રીતે આપવું એ બાબત પણ ચિંતા નો વિષય બની હોય વીજ કંપની આ બાબતે તત્કાલિક અમારા ફીડર ની લાઇન ચાલુ કરે તેવી માંગ છે.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
