<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

એકતાનગર પો.સ્ટે. વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેતી એલસીબી નર્મદા

આ આરોપીઓ ગુજરાત સહીત ઉત્તરપ્રદેશ, પશ્વિમ બંગાળ, રાજસ્થાન અને કર્ણાટક એમ કુલ ૯ ગુનામાં વોન્ટેડ આંતરરાજ્ય ચોરી ને અંજામ આપ્યો છે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) નર્મદા જિલ્લાના એકતાનગર પો.સ્ટે. વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને એલસીબી નર્મદાએ ઝડપી પાડ્યો હતો.
   પ્રાપ્ત માહિતી અનુસાર આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ  ડી.આર.રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી., નર્મદાનાઓએ એકતાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ ઘરફોડ ચોરી બાબતે દાખલ થયેલ ગુન્હો વણશોધાયેલ હોય જેમાં ટેકનીકલ તથા હ્યુમન સોર્સ આધારે જુદી જુદી ટીમો બનાવી ગુન્હામાં સંડોવાયેલ આરોપી રંગા જુવાનસીંગ અબરૂ ભાબર (ઉ.વ.૫૦) ધંધો-ખેતી મજુરી (રહે. બગોલી પોસ્ટ નરવાલી, થાના ટાન્ડા તા.કુક્ષી જી.ધાર (મધ્યપ્રદેશ) ને પકડી આ વણ શોધાયેલ ગુનાને નર્મદા એલ.સી.બી. ટીમ દ્રારા શોધી કાઢી આરોપીને આગળની કાર્યવાહી સારૂ એકતાનગર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવ્યો છે.
પકડવાના બાકી આરોપીમાં (૧) નાનકા ભોરસીંગ નાકા (૨) ભારમ જંગલ્યા મેહડા (બંન્ને રહે.બગોલી પોસ્ટ નરવાલી, થાના ટાન્ડા તા.કુક્ષી જી.ધાર (મધ્યપ્રદેશ) (૩) ગોરા જેનુ પૂરૂ નામ સરનામુ જણાઇ આવેલ નથી તે રહે બોરી ગામ, થાના ટાન્ડા તા.કુક્ષી જી.ધાર (મધ્યપ્રદેશ) નો સમાવેશ થાય છે.


 

(11:37 PM IST)