<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

રાજ્યમાં વરસાદી માહોલ સાથે ઉકળાટ થશે : આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક સ્થળોએ ભારે વરસાદ પડશે

આગામી 48 કલાક ભારે પવન સાથે વરસાદ રહેશે.:13મેના સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.:આગામી 7 દિવસમાં 3 થી 5 ડીગ્રી તાપમાન વધશે

અમદાવાદ : ગુજરાતમાં ભારે પવન સાથે મુશળધાર માઠવાએ ખેડૂતોની માઠી દશા બેસાડી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે.હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ વરસાદી માહોલ સાથે ગરમીનો ઉકળાટ રહેશે. આગામી 48 કલાક ભારે પવન સાથે કમોસમી વરસાદ થશે.

રાજ્યમાં વરસાદી માહોલ સાથે ઉકળાટ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, હવામાન વિભાગની ગરમી-વરસાદને લઈ આગાહી સામે આવી છે જેમાં રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે, આજથી તાપમાનમાં 3 થી 5 ડીગ્રીનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે સુરત, નવસારી, ભરુચ, ડાંગ, તાપી, વલસાડ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડિયાદ, ખેડામાં વરસાદી માહોલ રહી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે, તો વરસાદની સાથે ગરમી પણ વધુ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં કમોસમી માવઠાનો માર યથાવત રહેશે.3 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની વધુ અસર જોવા મળશે. આગામી 3 દિવસ કમોસમી વરસાદી માહોલ વચ્ચે ગરમીનો અહેસાસ પણ થશે. આગામી 48 કલાક ભારે પવન સાથે વરસાદ રહેશે.13મેના સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. આગામી 7 દિવસમાં 3 થી 5 ડીગ્રી તાપમાન વધશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. એપ્રિલ તો ગયો, પરંતુ મે મહિનો તોફાની રહેશે તેવી આગાહી છે. મે મહિનામાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. ત્યારે ગુજરાતમાં મે મહિનો તોફાની બની રહેવાના એંધાણ છે. મે મહિનાની શરૂઆતમાં જ હવામાન આગાહીકારોએ ધૂળનું તોફાન, વાવાઝોડાની આગાહી કરી છે. 14થી 18 મેની વચ્ચે એક પ્રિમોન્સુન એક્ટિવીટી થશે. બીજી પ્રિમોન્સુન એક્ટિવીટી મે મહિના છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે. 25 મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થતુ હોય છે તેમાં પ્રિમોન્સુન એક્ટિવિટીની શક્યતા વધારે છે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રિમોન્સુન એક્ટિવીટી જોવા મળશે તેવી શક્યતા છે. 

(5:11 PM IST)