News of Sunday, 11th May 2025
વડોદરાની શિનોરના સાધલી-કરજણ વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ પ૦ મુસાફરો ભરેલી એસ.ટી. કાંસમાં ખાબકીઃ એક બાળકી સહિત 6 લોકોને ઈજા
બીજી તરફ ભરૂચના અંકલેશ્વર વાલિયા રોડ પર અકસ્માતમાં એકનું મોત થયું છે

વડોદરાઃ વડોદરાની શિનોરના સાધલી-કરજણ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. સાધલી-કરજણ વચ્ચે 50 મુસાફરો ભરેલી ST બસને અકસ્માત નડ્યો છે. બસ વૃક્ષ સાથે અથડાયા બાદ કાંસમાં ખાબકી હતી. મળતી માહિતી અનુસાર બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. એક બાળકી સહિત 6 લોકોને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બીજી તરફ ભરૂચના અંકલેશ્વર વાલિયા રોડ પર અકસ્માતમાં એકનું મોત થયું છે. કોસમડી નજીક હાઈવે પર બેફામ ટ્રકે બાઈકને અડફેટે લીધા હતા. જેમાં બાઈક પર સવાર પત્નીનું મોત થયું છે. જ્યારે પતિ અને બાળકને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
