તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 11th May 2025
અમદાવાદઃ ઇસ્કોન બ્રિજ અસ્માત કેસમાં તથ્ય પટેલને હાઇકોર્ટે આપી રાહતઃ ૭ દિવસના હંગામી જામીન મંજુરઃ માતાની સારવાર માટે માંગ્યા હતા હાઇકોર્ટમાં જામીન

અમદાવાદઃ અમદાવાદના અત્યંત ચકચારી અને કમકમાટીભર્યા ઈસ્કોન બ્રિજ અકસ્માતકાંડના આરોપી તથ્ય પટેલને હાઈકોર્ટે હંગામી જામીન આપ્યા છે. હાઈકોર્ટે તથ્યના સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. જામીન દરમિયાન તથ્ય સાથે એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ રહેસે. તથ્ય પટેલે તેના માતાની બીમારીનું કારણ ધરીને જામીન માટે અરજી કરી હતી. અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે તથ્ય પટેલના જામીન ફગાવ્યા હતા.
આ અગાઉ અકસ્માત કર્યાના 13 મહિના બાદ અમદાવાદની ગ્રામ્ય કોર્ટે તથ્યને માત્ર 1 દિવસના પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કર્યા હતા. દાદાની મરણક્રિયા માટે તથ્યએ જામીન માગ્યા હતા, જે કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા.
આપને જણાવી દઈએ કે આ માલેતુજાર બાપના ફરજંદે 19 જૂલાઈ 2023ની રાત્રે બેફામ સ્પીડે જેગુઆર કાર ચલાવી 9 લોકોને ઘટના સ્થળે જ રહેંસી નાખ્યા હતા અને 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સમયે તથ્યની કારની સ્પીડ 150થી પણ વધુ હોવાનુ સામે આવ્યુ હતુ. એ સમયે અગાઉથી જ એક થાર ગાડીનો અકસ્માત થયેલો હતો અને લોકો ત્યાં ટોળે વળેલા હતા, એજ સમયે અચાનક બેફામ સ્પીડે તથ્યની જેગુઆર આવી અને અનેક લોકોને તેની સાથે ફંગોળતી ગઈ હતી. રાત્રિના સમયે સમગ્ર હાઈવે મરણચીસોથી ગૂંજી ઉઠ્યો હતો.
અકસ્માત બાદની તપાસમાં તથ્ય ડ્રિન્ક કરીને કાર ચલાવતો હોવાનું પણ સામે આવ્યુ હતુ. માત્ર આ એક અકસ્માત નહીં એ અગાઉ પણ તથ્ય સિંધુ ભવન રોડ પર અકસ્માત સર્જી ચુક્યો હતો. બેફામ ગાડી હંકારવાના શોખીન આ નબીરાના કારણે 9 લોકોએ તેમની જિંદગીથી હાથ ધોવા પડ્યા હતા. ત્યારે આ ગુનાની ગંભીરતાને જોતા યેનકેન કારણોથી અનેક જામીન અરજી કરવા છતા તથ્યને 13 મહિના દરમિયાન એકપણ જામીન અપાયા નથી. 13 મહિનામાં પ્રથમવાર તથ્યને આ માત્ર એક દિવસના દાદાની અંતિમ વિધિ માટેના જામીન મળ્યા છે. જેમા પણ પોલીસ જાપ્તા સાથે તેને જવાનુ રહેશે અને અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પોલીસ જાપ્તા સાથે તેને જેલમાં પરત લાવવાનો રહેશે આ જ શરતો સાથે ગ્રામ્ય સેશન્સ કોર્ટે તથ્ય પટેલને જામીન આપ્યા છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
