<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

અમદાવાદની સાબરમતી નદીનું તળીયુ દેખાયુ

તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે સાબરમતી નદીનું જળસ્‍તર ઘટાડવામાં આવ્‍યું, વરસાદ પડે તો પાણીનો નિકાલ ઝડપથી થઇ શકશે

અમદાવાદ: રાજ્યમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે તંત્ર તરફથી પણ આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવામાં સાબરમતી નદીને લઈને અમદાવાદવાસીઓ આશ્ચર્યમાં મૂકાયા છે. કેમ કે, કાળઝાળ ગરમીમાં પણ બે કાંઠે વહેલી સાબરમતી નદીનું તળ્યું દેખાવવા લાગ્યું છે.

રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીનું તળિયું જોઈ શકાય છે, પરંતુ આવું કરવા પાછળનું કારણ સામે આવ્યું છે. સાબરમતી નદીમાંથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. નદીમાં પાણીનું જળસ્તર ઘટાડવામાં આવ્યું છે. સાબરમતી નદીનું પાણી ઘાટ સુધી ભરેલું હોય છે. પરંતુ હવે પાણીનું સ્તર ઘટાડવામાં આવતાં નદીનું તળ્યું દેખાઈ રહ્યું છે.

તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગ રૂપે સાબરમતી નદીનું જળસ્તર ઘટાડવામાં આવ્યું છે. જ્યારે નદી બે કાંઠે વહેલી હોય છે અને વરસાદ પડે છે ત્યારે શહેરના વિસ્તારોમાંથી પાણીનો નિકાલ ઝડપથી થતો નથી. ત્યારે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને સાબરમતી નદીનું પાણીનું લેવલ ઘટાડી દેવામાં આવ્યું છે. જેના કારણે શહેર વિસ્તારમાં વરસાદ થાય તો પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે.

(3:54 PM IST)