News of Sunday, 11th May 2025
ગુજરાતના સુરક્ષિત વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદની શક્યતા : આવતીકાલે વધુ ઘટશે : ગૌરવ રાણિંગાનું હવામાન અપડેટ
આજે લાલ બોક્સમાં દર્શાવેલ વિસ્તારોમાં અડધાથી દોઢ ઇંચ સુધી વરસાદની સંભાવના : મોટાભાગે હળવો વરસાદ રહેશે

રાજકોટ : હવામાન નિષ્ણાત ગૌરવ રાણિંગા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે તા. ૧૧/૦૫/૨૦૨૫ ના રોજ ગુજરાતના સુરક્ષિત વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જો કે, ગઈકાલની સરખામણીમાં આજે વરસાદગ્રસ્ત વિસ્તારોમાં ઘટાડો જોવા મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલે વરસાદનું પ્રમાણ વધુ ઘટશે, પરંતુ ખૂબ જ મર્યાદિત વિસ્તારોમાં છાંટાછૂટી થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. આજે લાલ બોક્સમાં દર્શાવવામાં આવેલા વિસ્તારોમાં અડધાથી લઈને દોઢ ઇંચ સુધી વરસાદ પડી શકે છે, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ રહેવાની સંભાવના છે. ખેડૂતો અને સામાન્ય લોકોને આ અંગે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
