News of Sunday, 11th May 2025
રાષ્ટ્રીય ભાવનાની પ્રતિકરૂપ શ્રદ્ધાંજલિઃ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ એક મહિનાનો પગાર ભારતીય સેનાને અર્પણ કર્યો

બાયડઃ ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે દેશ માટે જીવ દઈને લડનારા વીરજવાનોને વિપત્તી સમયે સહાયરૂપ થવા માટે આ નાનકડું યોગદાન છે. આ ફક્ત આર્થિક સહાય નથી, પણ રાષ્ટ્રીય ભાવનાની પ્રતિકરૂપ શ્રદ્ધાંજલિ છે
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તેમનો એક મહીનાનો પગાર આર્મીને અર્પણ કર્યો છે. તેમણે અન્ય લોકોને પણ આર્મી રાહત કોષમાં દાન કરવા અપીલ કરી છે. ધવલસિંહ ઝાલા અરવલ્લી જિલ્લાના બાયડ-માલપુર વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય છે, તેમણે ધારાસભ્ય તરીકેના એક મહિનાના માનદભથ્થાને “આર્મી રાહત કોષ”માં અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે.
ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે દેશ માટે જીવ દઈને લડનારા વીરજવાનોને વિપત્તી સમયે સહાયરૂપ થવા માટે આ નાનકડું યોગદાન છે. આ ફક્ત આર્થિક સહાય નથી, પણ રાષ્ટ્રીય ભાવનાની પ્રતિકરૂપ શ્રદ્ધાંજલિ છે.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
