<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો આવશે અંત : CBSE ધો- 10 અને 12ના પરિણામો ટૂંક સમયમાં જાહેર થઈ શકે

CBSE બોર્ડના પરિણામો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ચેક કરી શકાય : વિદ્યાર્થીઓ નીચેની સત્તાવાર વેબસાઈટ્સ પર પોતાના પરિણામો ચેક કરી શકે

અમદાવાદ : CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આપનાર 42 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CBSE ધોરણ 10 અને 12ના પરિણામો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. ગયા વર્ષે બોર્ડે 13 મેના રોજ પરિણામો જાહેર કર્યા હતા. 2023માં 12 મેના રોજ પરિણામો આવ્યા હતા. આ વર્ષે પણ 13 મે સુધીમાં પરિણામો જાહેર થવાની અપેક્ષા છે. જોકે, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE Board) દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

CBSE બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામો મે 2025ના બીજા સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે. ખાસ કરીને 11 મે થી 13 મે 2025 દરમિયાન. ગત વર્ષોના ટ્રેન્ડ જોવા જઈએ તો 2024માં પરિણામો 13 મેના રોજ જાહેર થયા હતા. 2023માં 12 મેના રોજ પરિણામો આવ્યા હતા. જોકે, CBSE દ્વારા હજુ સુધી સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી.

કઈ વેબસાઈટ દ્વારા જોઈ શકાશે પરિણામો?
CBSE બોર્ડના પરિણામો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ચેક કરી શકાય છે. વિદ્યાર્થીઓ નીચેની સત્તાવાર વેબસાઈટ્સ પર પોતાના પરિણામો ચેક કરી શકે છે:
- cbse.gov.in
- results.cbse.nic.in
- cbseresults.nic.in
- digilocker.gov.in
- results.gov.in

પરિણામ કેવી રીતે ચેક કરવું?
- ઉપરોક્ત કોઈપણ વેબસાઈટ પર જાઓ.
- “CBSE Class 10 Result 2025” અથવા “CBSE Class 12 Result 2025” લિંક પર ક્લિક કરો.
- તમારો રોલ નંબર, સ્કૂલ નંબર, એડમિટ કાર્ડ ID, અને જન્મ તારીખ દાખલ કરો.
- સબમિટ કરતાં જ તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
- પરિણામની PDF ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો.

SMS દ્વારા જોઈ શકાશે પરિણામ
ઈન્ટરનેટ ન હોય તો SMS દ્વારા પણ પરિણામ ચેક થઈ શકે છે:
- તમારા ફોનમાં મેસેજ એપ ખોલો.
- “cbse10 <રોલ નંબર> <સ્કૂલ નંબર> <સેન્ટર નંબર>” અથવા “cbse12 <રોલ નંબર> <સ્કૂલ નંબર> <સેન્ટર નંબર>” ટાઈપ કરો.
- આ મેસેજ 7738299899 પર મોકલો.
- થોડી જ મિનિટોમાં પરિણામ SMSમાં મળશે

 

(10:19 PM IST)