News of Sunday, 11th May 2025
વડોદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલની મોટી કાર્યવાહી : એબ મોટા બુટલેગરો સામે Gujctocનો કોરડો વીંઝ્યો
-- બન્ને મોટા બુટલેગરો સામે SMC એ Gujctoc હેઠળ કાર્યવાહી કરતા બુટલેગરો સહિત અન્ય ગુનેગારોમાં ફફડાટ ફેલાયો

વડોદરા શહેરમાં ગેરકાયદે દારૂનું સામ્રાજ્ય ચલાવતા બે મોટા બુટલેગરો સામે સ્ટેટ મોનીટરીંગ સેલે Gujctoc હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે SMC એ અન્ય શહેરના ગુનેગારો સામે પણ લાલ આંખ દાખવી Gujctoc હેઠળ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરમાં દારૂનું ગેરકાયદે સામ્રાજ્ય ચલાવતા નીલેશ નાથાણી ઉર્ફે નીલુ સિંધી અને જીગર ઠાકોર ઉર્ફે ચામડો સામે સ્ટેટ મોનીટરીંગ સેલે Gujctoc હેઠળ કર્યાવહી હાથ ધરી છે. થોડા સમય પહેલાજ નીલુ સિંધીની હરિયાણા પોલીસે એક્સાઇસ ચોરીના ગુનામાં વડોદરાથી ધરપકડ કરી હતી. હવે વડોદરાના બન્ને મોટા બુટલેગરો સામે SMC એ Gujctoc હેઠળ કાર્યવાહી કરતા બુટલેગરો સહિત અન્ય ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
