તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 11th May 2025
ભિલોડા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ: વાંકાનેર GIDC માં વાવાઝોડાથી ભારે નુકશાન :યુનીટોના શેડના પતરા ઉડી ગયા
જીઆઇડીસીમાં આવેલા 23થી વધુ યુનિટોને ભારે નુકસાન : કેટલાક યુનિટોની દીવાલો પણ ધરાશાયી: વીજ પુરવઠો ખોરવાયો

મહેસાણા : શનિવારે રાત્રે ભારે પવનને કારણે ભિલોડા નજીક આવેલી વાંકાનેર જીઆઇડીસીમાં આવેલા 23થી વધુ યુનિટોને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ યુનિટોના શેડના પતરા ઉડીને દૂર દૂર ફંગોળાઈ જતાં શેડની સાથે અંદર રહેલા સામાન અને મશીનરીને નુકસાન પહોંચ્યું હતું.તો કેટલાક યુનિટોની દીવાલો પણ ધરાશાયી થવાના બનાવ સામે આવ્યા હતા. જ્યારે સમગ્ર જીઆઈડીસીમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હોવાનું સામે આવ્યું છે.
શનિવારે મોડી રાત્રે ભિલોડા પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે રિટોડા, ધોલવાણી, મોહનપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. જેથી ક્યાંક પતરાના શેડ ઉડી ગયા હતા તો ઘણા વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. ભરઉનાળે વરસાદ ખાબકતા ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે પાકને નુકસાન જવાની ભીંતિ છે.
દરમિયાન વાંકાનેર જીઆઇડીસી એસોસિએશન દ્વારા આ નુકસાન બાબતે અરવલ્લી જિલ્લા કલેકટરથી લઈને ડીડીઓ અરવલ્લી, જીઆઇડીસી કક્ષાના તમામ અધિકારીઓ, સહિત તાલુકા કક્ષાના અધિકારીઓને પત્ર દ્વારા નુકસાન અંગે જાણ કરી નુકસાનીનો સત્વરે સર્વે કરી સહાય આપવા માંગ કરવામાં આવી છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
