News of Monday, 12th May 2025
રાજપીપળા કમલમ ખાતે બીજેપી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન : 300 થી વધુ યુનિટ એકત્રિત થયા
પ્રદેશની સૂચનાથી આ કપરી સ્થિતિમાં લોહીની જરૂરત પડે તે માટે નર્મદા બીજેપી, રેડક્રોસ સોસાયટી, સિવિલ હોસ્પિટલ બ્લડ સેન્ટર દ્વારા આયોજન :વીએચપીના કાર્યકરોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી દેશમાં ઇમરજન્સી સમયે લોહી ની જરૂરિયાતને પહોંચી વળવા યોગદાન આપ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:હાલ દેશમાં યુદ્ધ ની સ્થિતિ સર્જાઈ છે અને ઈમરજન્સીમાં દેશના જવાનો કે અન્યોને લોહીની જરૂર પડે તો તેને પહોંચી વળવા નર્મદા જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યા છે અને મોટી સંખ્યા માં લોહીના યુનિટ એકત્ર કરી સંગ્રહિત કરવામાં આવી રહ્યું હોય તાજેતરમાં રાજપીપળા સિવિલ ના બ્લડ સેન્ટર, અને આરોગ્ય વિભાગ દ્વારા પણ રક્તદાન કેમ્પ યોજાયો હતો અને આજરોજ રાજપીપળા ખાતે આવેલા બીજેપી કાર્યાલય કમલમ ખાતે પણ બીજેપી, રેડક્રોસ સોસાયટી અને સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યા માં યુવાનો એ રક્તદાન કર્યું. આ મહા કેમ્પ માં 300 થી વધુ યુનિટ બ્લડ એકત્રિત થયું હોવાનું જાણવા મળ્યું છે.
ખાસ કરીને વીએચપી અને બીજેપી ના યુવા કાર્યકરો એ મોટી સંખ્યા માં રક્તદાન કરી દેશ માં ઇમરજન્સીમાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા યોગદાન આપ્યું હતું. રક્તદાન કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, જિલ્લા પ્રમુખ નીલ રાવ શહેર પ્રમુખ અજીત પરીખ સહિત બીજેપી, વીએચપીના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
ટાઉન પીઆઈ વી.કે.ગઢવી સહિત પોલીસ સ્ટાફ એ પણ મોટી સંખ્યા માં બ્લડ ડોનેટ કરી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પાર પાડ્યું હતું
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
