<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

નર્મદામાં પત્રકાર તરીકેની ઓળખ આપી રૂ.2.30 લાખ પડાવનાર બે શખ્સોના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

અબુ મુલ્લા તથા ખાલીદ શેખ નામના ઇસમો પકડાતા પોલીસે કોર્ટમાં રજુ કરી 07 દિવસના રિમાન્ડની માંગણી કરી: તોડબાજીમાં સાથ આપનાર ત્રીજો વ્યક્તિ ભદામ ટેકરાનો રહેવાસી ધમો હજુ પોલીસના હાથે લાગ્યો નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નાંદોદ તાલુકાના ભદામ ગામમાં દવાખાનું ચલાવતા એક ડોક્ટરને ત્યાં સ્ટિંગ ઓપરેશન કરી ધમકી આપી પત્રકાર તરીકે ઓળખ આપી રૂપિયા પડાવનાર વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ થયા બાદ પોલીસે બે શખ્સો ને ઝડપી કોર્ટ માં રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
  ભદામ ગામમાં જયેશભાઈ શિવલાલ ભાઈ પટેલની ફરિયાદ મુજબ તેઓ નિલકંઠ દવાખાનામા પ્રેક્ટિસ કરતા ડૉક્ટર વિષ્ણુકાંત આર. કંસારા (એમ.બી.બી.એસ) રહે.ડભોઇની સાથે મદદનીશ (કમ્પાઉન્ડર) તરીકે કામ કરતા હોય ડૉક્ટર વિષ્ણુકાંત આર. કંસારાની ગેરહાજરીમા અબુભાઈ મુલ્લા તથા ખાલીદભાઈ શેખ તથા અન્ય એક શખ્સ મળી આશરે પંદરેક વર્ષના છોકરાને પેશન્ટ તરીકે ક્લીનીક પર લાવી ખંજવાળની તકલીફ હોવાનુ જણાવતા જયેશ પટેલે ડૉક્ટર કંસારાની સલાહ થી ટેબલેટ આપેલ તેની આ બંનેએ વીડીયોગ્રાફી કરી અબુભાઇ મુલ્લા તથા ખાલીદભાઇ શેખ અને અન્ય એક વ્યક્તિ સાથે મળી જયેશભાઈને પત્રકાર તરીકે ઓળખ આપી કરેલા સ્ટીગ ઓપરેશનથી બદનામ કરી દવાખાનુ બંધ કરાવી દેવાની તથા જેલમાં પુરાવી દેવાની અને જયેશ પટેલ તથા તેના પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમની પાસેથી બળજબરી પુર્વક કુલ રૂ.૨,૩૦,૦૦૦/- કઢાવી લઈ જઈ ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ થયો હતો જેમાં રાજપીપળા ટાઉન પીઆઇ વી.કે.ગઢવી અને તેમની ટીમે ગણતરી ના સમય માં અબુભાઈ મુલ્લા તથા ખાલીદભાઈ શેખ ને ઝડપી પાડી ભદામ ગામના દવાખાને લઈ જઈ રી.કન્સ્ટ્રક્શન કર્યું હતું. ત્યારબાદ પોલીસે પકડાયેલા બંને વ્યક્તિઓ ને રિમાન્ડ માટે કોર્ટ માં રજુ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોય ગજપીપળા પોલીસ રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરશે. જોકે આ બે સાથે ધમા નામનો ત્રીજો વ્યક્તિ પણ સામેલ હોય તે હજુ પોલીસના હાથે ઝડપાયો નથી

(12:24 AM IST)