<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

આદિવાસી સમાજ હેલ્પ ગ્રુપ રાજપીપલા દ્વારા પાંચમાં સમૂહ લગ્નોત્સવમાં 13 યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા

સાંસદ મનસુખભાઈ વસાવાએ દંપતિઓને આશીર્વાદ આપીને સુખી અને પ્રસન્ન લગ્નજીવન માટે શુભકામનાઓ પાઠવી:આવતા વર્ષના સમૂહ લગ્ન માટે સાંસદે 1.26 લાખનું દાન જાહેર કર્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા ખાતે ના જીન કમ્પાઉન્ડમાં આદિવાસી સમાજ હેલ્પ ગ્રુપ રાજપીપલા દ્વારા પાંચમાં સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં 13 યુગલો એ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.

    આદિવાસી સમાજ હેલ્પ ગ્રુપ ફક્ત એકલા સમૂહ લગ્નનું આયોજન નથી કરતા તેઓ અનેક સેવાકીય પ્રવૃતિઓ ચલાવીને જાગૃતતા અને સમજદારી થકી સમાજને સાચી દિશા તરફ લઈ જાય છે ત્યારે સાંસદ મનસુખભાઈ એ કહ્યું કે હું એ પણ આશા રાખું છું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી “હર હાથ કો કામ”  આપવાની જ્યારે વાત કરતા હોય ત્યારે આપણે પણ સૌએ આગળ આવીને તેમની કલ્યાણકારી યોજનાઓનો પુરેપુરો લાભ લેવો જોઈએ.શૈક્ષણિક ક્ષેત્રે, રોજગાર ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અનેક લોકોને રોજગારી મળે તેવા આપણે સૌએ પ્રયાસ કરવા જોઈએ. આ કાર્ય એક રાષ્ટ્ર ની સમૃદ્ધિ સાથે જોડાયેલું છે અને સમાજની પ્રગતિએ દેશની પ્રગતિ છે તો આપણે સૌએ રાષ્ટ્રનિર્માણ કાર્યમાં જોડાઈએ એવી મારી સાંસદે અપીલ કરી હતી. આ આજના આ સમૂહ લગ્ન માં કુલ 13 યુગલો એ પ્રભુતા માં પગલા માંડ્યા હતા અને તમામ ને હાજર આગેવાનો એ સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી હતી. સમૂહ લગ્ન પ્રસંગમાં સાંસદ મનસુખભાઈ એ આવતા વર્ષે યોજાનાર સમૂહ લગ્ન માટે રૂપિયા 1.26 લાખ નું દાન જાહેર કર્યું હતું.
આ પ્રસંગે રાજપીપલા ગુરુકુલ સ્વામિનારાયણ  સંપ્રદાયના શ્રી સિદ્ધેશ્વર સ્વામીજી, નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, આદિવાસી સમાજ હેલ્પ ગ્રુપના મિત્રો, સામાજીક આગેવાનો અને આમંત્રીત મહેમાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

(12:24 AM IST)