<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

મોરબી, પોરબંદર, રાજપીપળા અને ગોધરામાં નવી નર્સિંગ કોલેજ બનશે

આજે આંતરરાષ્‍ટ્રીય નર્સ દિવસ : રાજયના સરકારી દવાખાનાઓમાં ૧૩૫૦૭ નર્સ ફરજ પર

 

 

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.૧૨: ડોક્‍ટર અને દર્દીને સાંકળતી એક મહત્‍વની કડી નર્સ છે. કોઈપણ પ્રકારની આરોગ્‍ય સંબંધી સેવા પુરી પાડવામાં નર્સનો ફાળો ખુબ જ અગત્‍યનો છે. દર્દીની સારવારમાં નર્સીંગ કેરનો મહત્‍વનો ફાળો છે. નર્સીંગ કેર એટલે ફક્‍ત દર્દીને દવા અને ઇન્‍જેક્‍શન આપવા એટલું જ નહી પરંતુ નર્સીંગ કેર થકી દર્દીની સારવાર કરતી વખતે હોસ્‍પિટલમાં ઘર જેવું વાતાવરણ બનાવી  આરોગ્‍ય સંબંધીત શિક્ષણની યોગ્‍ય સમજણ આપી સારવાર કરવાનો છે.

નર્સીંગની સેવાઓ સુદ્રઢ બનાવી શકાય અને દર્દીઓ સુધી ગુણવત્તાસભર સારવાર પુરી પાડવા આરોગ્‍ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્‍ય સરકાર પ્રયત્‍ન કરી રહી છે. રાજ્‍યમાં સરકારી દવાખાનાઓમાં દર્દીઓની સેવામાં હાલ ૧૩,૫૦૭ નર્સ ફરજ બજાવી રહી છે.

રાજ્‍યમાં હાલ કુલ-૬૧ સંસ્‍થાઓ ૧૯૨૦ સીટ સાથે અને ખાનગી સંસ્‍થાઓ ખાતે ૯૯૭ સંસ્‍થાઓ ખાતે કુલ ૪૭,૧૭૦ સીટ સાથે નસશ્નગના જુદા જુદા કોર્ષ ચાલી રહ્યાં છે. જેમાં દર વર્ષે વધારો કરવામાં આવે છે.

કેન્‍દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્‍યમાં નસશ્નગની સેવાઓ સુદ્રઢ બનાવવા માટે બી.એસ.સી.(ન.)ની ૫૦૦ સીટ અને પાંચ નવી કોલેજોને મંજુરી આપવામાં આવી હતી જેની કામગીરી હાલ ચાલી રહી છે. આ નવી કોલેજ ગુજરાતના મોરબી, ગોધરા, પોરબંદર, રાજપીપળા અને નવસારીમાં બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.

આરોગ્‍ય સેવાઓમાં નર્સના યોગદાનને ધ્‍યાનમાં લઈને સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૨ મેને ‘આંતરરાષ્‍ટ્રીય નર્સ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્‍ય હેતુ નર્સીંગ વ્‍યવસાયમાં રહેલા નાગરિકોના સમર્પણ, સેવા અને મહેનતને બિરદાવાનો છે. આ દિવસ વિશ્વના નર્સો માટે એક ખુબ જ વિશિષ્ટ અને ગૌરવનો દિવસ છે. ૧૨ મેને પસંદ કરવાનો ખાસ કારણ એ છે કે આ દિવસે જગવિખ્‍યાત નર્સ અને ર્નસિંગ વ્‍યાવસાયિક પ્રવળત્તિઓના પાયાના પથ્‍થર તરીકે ઓળખાતી ફ્‌લોરેન્‍સ નાઈટિંગેલનો જન્‍મદિવસ છે.

૨૦૨૫ના આંતરરાષ્‍ટ્રીય નર્સ દિવસની થીમ

વર્ષ ૨૦૨૫ માટે ICN દ્વારા ‘‘અવર નર્સ, અવર ફયુચર, ધ ઈકોનોમીક પાવર ઓફ કેર'' નક્કી કરવામાં આવી છે. આ થીમના માધ્‍યમથી એ દર્શાવવામાં આવ્‍યું છે કે નર્સો માત્ર આરોગ્‍ય જાળવવાની જવાબદારી જ નથી ભજવતા, પણ તેઓ સમગ્ર આરોગ્‍ય વ્‍યવસ્‍થા અને અર્થતંત્ર માટે પણ આધારરૂપ છે. જ્‍યારે આરોગ્‍ય સેવાઓમાં યોગ્‍ય નસશ્નગ સ્‍ટાફ હોય, ત્‍યારે સારવારની ગુણવત્તા સુધરે છે, દર્દીઓ ઝડપથી સારાં થાય છે જેથી અર્થતંત્ર પરનો ભાર ઓછો થાય છે.

નર્સ માત્ર વ્‍યવસાય નથી, તે એક સેવા છે. માનવતાની ભાવના ધરાવતી વ્‍યક્‍તિ નર્સ બની શકે છે. અંતરરાષ્‍ટ્રીય નર્સ દિન એ માનવ સેવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનારી વ્‍યક્‍તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો દિવસ છે. આજે જ્‍યારે આખું વિશ્વ આરોગ્‍ય સેવાની નવી પડકારો સામે ઊભું છે, ત્‍યારે નર્સોની ભૂમિકા વધુ મહત્‍વપૂર્ણ બની છે.(૨.૬)

(4:29 PM IST)