<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

આવતા માસે નિવળત થતા ગુજરાતના મુખ્‍ય પોલીસવડા વિકાસ સહાયને એક્‍સ્‍ટેન્‍શન મળે તો નવાઈ નહિ

સીઝ ફાયર પછી.. પાકિસ્‍તાનના નાપાક અડપલા - એટલે હવે ફરી યુદ્ધનો માહોલ...મતલબ કે IPS લેવલની બદલી.. બઢતીમાં મોટો ઇન્‍ટરવેલ? યુદ્ધની પરિસ્‍થિતિ વચ્‍ચે સેન્‍ટ્રલ લેવલે લેવાના નિર્ણય અંગે વડાપ્રધાન, અમિતભાઈ સહિત કોઇને બીજું વિચારવાની ફૂરસદ નથી.... : મિસાઈલ સ્‍ટ્રાઇક ..દેશના સહુથી મોટા બીજા નંબરના બંદોબસ્‍ત એવા અમદાવાદની રથયાત્રા સમયે મોટા ફેરફાર કરે તેવી શકયતા અનુભવી IPSના મતે ખૂબ ધૂંધળી છે...

 

રાજકોટ, તા.૧૨: આવતા માસે રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય નિવળત થાય છે, મુખ્‍ય પોલીસ વડાનો દિલ્‍હીથી કરવાનો રહે છે. આ માટે ૩૦ વર્ષ પૂર્ણ કરનાર સિનિયર IPSના નામ કેન્‍દ્ર ગળહમંત્રાલય પાસે જતા હોય છે. ત્‍યાંથી પેનલ આવે છે. જોકે આ બધી પ્રોસિજર છે. સાથે વડાપ્રધાન અને અમિતભાઈ પણ આ પોસ્‍ટ અંગે ચર્ચા કરતા હોય છે. સ્‍વાભાવિક આ માટે કોઈ સમય નથી. હાલના સંજોગોમાં જેમને આખી સ્‍થિતિ પ્રથમથી હેન્‍ડલ કરી છે તેવા   IPS અર્થાત્‌ હાલના મુખ્‍ય પોલીસવડા યથાવત હાલ તુર્ત રહે  તે  માટે કવાયત ફરી ચાલુ થયેલ છે. મતલબ કે લાંબો ઇન્‍ટરવેલ. અનેકના અરમાનો પર પાણી ફરી વળે તો નવાઈ નહીં. ખૂબ સ્‍વચ્‍છ છબી, નિર્વિવાદ રહેલા વિકાસ સહાય મુખ્‍ય મંત્રી,  હોય કે હર્ષ સંઘવી કે પછી અમિતભાઈ તમામની ગુડ્‍સબુકમાં છે.

(2:30 PM IST)