તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 12th May 2025
ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશનો ધમધમાટ શરૂ : GCAS પોર્ટલ પર ૧૮મી મે સુધી રજીસ્ટ્રેશન
કેન્દ્રીયકૃત પ્રક્રિયા હેઠળ મેરિટ લિસ્ટ તૈયાર કરવાની સત્તા કોલેજોને સોંપાઈ : ૨૦મી મે સુધી વેરિફિકેશન ફરજિયાત

અમદાવાદ : ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં આગામી શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાનો આરંભ થઈ ગયો છે. જે વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીઓમાં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક છે, તેઓ ગવર્મેન્ટ કોમન એડમિશન સિસ્ટમ (GCAS) પોર્ટલ પર આગામી ૧૮મી મે સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.
આ વર્ષે પ્રવેશ પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ વિદ્યાર્થીઓએ ૨૦મી મે સુધીમાં નિયત કેન્દ્રો પર જઈને પોતાના ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. આ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે આ કેન્દ્રીયકૃત વ્યવસ્થામાં મેરિટ લિસ્ટ તૈયાર કરવાનો સંપૂર્ણ અધિકાર જે તે કોલેજને સોંપવામાં આવ્યો છે, જેના કારણે કોલેજો પોતાની રીતે મેરિટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયત સમય મર્યાદામાં પોતાનું રજીસ્ટ્રેશન અને વેરિફિકેશન પૂર્ણ કરે.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
